સુરતમાં રોડ પાલ રોડ પર કાર ચાલકે મોપેડ ચાલકને લીધો અડફેટે, યુવક વોલિબોલની જેમ ફંગાળાયો


  • Published By :
  • Published Date : 2023-12-01 21:36:45

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, શહેરમાં હત્યા, લૂંટ, છેડતી, દુષ્કર્મ, નશીલા દ્રવ્યોની તસ્કરીના કેસ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. જો કે હવે શહેરના માર્ગો પણ સામાન્ય રાહદારીઓ અને નાના વાહન ચાલકો માટે સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં છાશવારે અકસ્માત મૃત્યુના સમાચારો સામે આવતા રહે છે. જેમ કે આજે પાલ રોડ પર એક યુવકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને રસ્તો ક્રોસ કરી રહેલા મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. મોપેડ ચાલક દડાની જેમ 10 ફૂટથી વધુ ઊંચે હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર યુવકની ધરપકડ કરી હતી.


યુવક વોલીબોલની જેમ ફંગોળાયો


સુરતની  કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ પટેલ ગતરોજ સવારે 11:30 વાગ્યાના સુમારે તેના મિત્રને મળવા માટે મોપેડ લઈને ગયો હતો. મિત્રને મળીને ધ્રુવાંગ મોપેડ પર ઘરે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ગૌરવપથ રોડ નહેરથી આગળ સેવિયન સર્કલ પાસે પાલ રોડ પર ટર્ન લઈ રહ્યો હતો. આ દરમિયાન ફૂલ સ્પીડમાં બેફામ રીતે ફોક્સવેગનના કાર ચલાવતા દેવ નીતિન પટેલ(ઉ.વ.આ.18)નાએ અકસ્માત સર્જ્યો હતો. કારચાલક દેવ નીતિન પટેલને રસ્તો ક્રોસ કરી રહેલો ધ્રુવાંગ ન દેખાયો હોય તેમ મોપેડ સાથે કાર અથડાવી હતી. જેથી ધ્રુવાંગ દડાની જેમ 12 ફુટ જેટલો ઉંચે ફંગોળાઈને રસ્તા પર પટકાતા મોતને ભેટ્યો હતો. આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. ઉલ્લેખનિય છે કે મૃતક યુવક ધ્રુવાંગના પિતા પ્રવીણભાઈ પટેલ વેપારી તથા એલઆઇસી એજન્ટ છે. દાણોદરડાના વતની પ્રવીણભાઈ હરગોવિંદભાઈ પટેલ હાલ પાલનપુર ગામ જલારામ ઇન્ટરનેશલ સ્કૂલની સામે આવેલી ક્રિસ્ટલ હાઇટ્સમાં પત્ની તેમજ પુત્ર ધ્રુવાંગ (ઉં.વ.20) સાથે રહે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?