દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે અમદાવાદમાં કરાયું કેન્ડલ માર્ચનું આયોજન, અનેક રાજનેતાઓએ લીધો ભાગ


  • Published By :
  • Published Date : 2023-02-20 12:04:01

થોડા સમય પહેલા મુંબઈ આઈઆઈટીમાં ભણવા ગયેલા અમદાવાદના દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ મામલો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં રહેતા દર્શનના પરિવારનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતક દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે ગઈકાલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ પણ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.         




દર્શનને ન્યાય મળે તે માટે કરાયું કેન્ડલ માર્ચનું આયોજન 

આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે 12 તારીખે અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમાં માળેથી પડતું મૂક્યું હતું. પરંતુ આ મામલામાં પરિવારજનો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. આ મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. દર્શનને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં અનેક રાજનેતાઓ સામેલ થયા હતા. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.    


ધારાસભ્યએ તપાસ કરવા એસઆઈટી રચવાની કરી માગ 

દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે અમદાવાદના ઉત્તમનગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચમાં સામેલ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરવામાં આવશે તેવું કહ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ  કહ્યું કે મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચવાની માગ કરી છે. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.