Gandhinagarમાં PSIની તૈયારી કરી રહેલા ઉમેદવારને આવ્યો Heart Attack, પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આપ્યો આ સંદેશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-06 15:47:01

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના બાદ તો રાફળો ફાટ્યો છે હાર્ટ એટેકનો. પ્રતિદિન એવા કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા સુરત જિલ્લામાં રહેતા 22 વર્ષીય યુવકનું મોત ગાંધીનગરમાં દોડની પ્રેક્ટિસ કરતી વખતે થઈ ગયું હતું. પીએસઆઈ બનવાના સપના સાથે ગાંધીનગરમાં તૈયારી કરતા સુરતના યુવાનનું દિલ ધબકતું બંધ થઈ ગયું હતું. 5 કિલોમીટરની દોડ દરમિયાન આ ઘટના બની હતી. અકાળે મૃત્યુ થતાં યુવાનના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. જ્યારે યુવરાજસિંહે તેમના મૃતકના પરિવારની મુલાકાત લીધી ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી વિનંતી તેમના દ્વારા કરવામાં આવી છે.

દોડની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક 

પ્રતિદિન ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે. ભવિષ્યની ચિંતા કરતો યુવાન ગમે ત્યારે હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી તે વાત આવા કિસ્સાઓ સામે આવતા પૂરવાર થાય છે! અનેક લોકોએ પહેલા કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે તો અનેક લોકો પોતાના સ્વજનને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો. ગાંધીનગરમાં પીએસઆઈની તૈયારી કરી રહેલા યુવાનને દોડની પ્રેક્ટિસ કરતી વખતે આવ્યો. તે મૂળ સુરતના હતા, દોડની પ્રેક્ટિસ કરતી વખતે બ્રિજેશ ચૌધરી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. 


યુવાનોને યુવરાજસિંહે કરી આ અપીલ 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગાંધીનગર રહી બ્રિજેશ ચૌધરી તૈયારી કરી રહ્યા હતા. ગાંધીનગરમાં પીએસઆઈ માટેની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ગ્રાઉન્ડમાં રનીંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન પાંચ કિલોમીટરની મેરેથોન દોડ કરતી વખતે તે એકાએક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. મૃતકના પરિવારની યુવરાજસિંહે મુલાકાત લીધી હતી. યુવરાજસિંહે કહ્યું કે પરિવારની અમે રૂબરૂ મુલાકાત લીધી હતી. ઘરની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. સરકાર આ પરિવારને આર્થિક રીતે મદદ કરે તેવી તેમણે સરકારને રજૂઆત કરી હતી. તે ઉપરાંત યુવાનોને પણ તેમણે સલાહ આપી છે. તેમણે કહ્યું કે યુવાનોને વિનંતી કરી કે જીવના જોખમે કોઈ પરીક્ષા ન આપશો. જીવ છે તો બધુ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?