પંચમહાલના હાલોલ નજીક 45 જેટલા SRP જવાનો ભરેલી બસ પલટી, બસની બ્રેક ફેઇલ થતાં સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-10-30 19:50:01

SRP જવાનોને લઈ જતી બસ પંચમહાલ જિલ્લાના હાલોલના ભીખાપુરા નજીક પલટી ખાઈ જઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પણ 45 જેટલા એસઆરપીના જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વિગતો જાણવા મળી છે. ઘાયલ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસની બ્રેક ફેઈલ થતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. 





ફાયરિંગની તાલિમ માટે આવ્યા હતા જવાનો


હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગની તાલિમ માટે આવેલી દાહોદના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ અચાનક પલટી ખાઈ જતાં 45 જેટલા જવાનો ઇજાગ્રસ્ત થયા છે. પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાન આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની બસની બ્રેક ફેઇલ થતાં બસ બેકાબૂ બની કોતરમાં ઊતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. તમામ ઘાયલ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ જવાનો પૈકી 04 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?