પાકિસ્તાનમાં એક મોટી ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં 20 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચિસ્તાન પ્રાંતમાં ઈદ નિમિત્તે જુલૂસ નિકળ્યું હતું જેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. જુલૂસને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 20 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે.
20 લોકોના થયા બોમ્બ બ્લાસ્ટમાં મોત
ઈદ નિમિત્તે પાકિસ્તાનમાં ઝુલુસ નિકળ્યું હતું. ત્યારે ઝુલુસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. 20 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવા પણ અહેવાલ સામે આવ્યા છે. પોલીસકર્મીના પણ મૃત્યુ થયા છે તેવા સમાચાર આવ્યા છે. મહત્વનું છે કે આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી કોઈના દ્વારા લેવામાં આવી નથી.