રાજસ્થાનમાં એક આજુક્તિ ઘટના બની છે રાજસ્થાનના પાલીમાં મોબાઈલ રિપેરિંગ દરમિયાન તેમાં ધડાકો થયો આ દુર્ઘટનામાં દુકાનદાર અને ગ્રાહકનો આબાદ બચાવ થયો હતો. ચાર્જિંગમાં સમસ્યા હોવાથી મોબાઈલ રિપેરિંગ માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બેટરી હટાવતા 1 સેકન્ડમાં મોબાઈલ આગનો ગોળો બની ગયો હતો.
આ ઘટના પાલી જિલ્લાના લલિકપુર વિસ્તારમાં બની હતી. શનિવારે બપોરે એક યુવક મોબાઈલ લઈને દુકાને પહોંચ્યો હતો. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાલી પોલીસ સ્ટેશનના ટાઉન ઈન્ચાર્જ સિયારામ સિંહ પટેલે જણાવ્યું હતું કે આ મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
દુકાન દાર અને ગ્રાહક માંડ માંડ બચ્યા !!!
આ ઘટનામાં દુકાનદાર જે રિપેરિંગ કરી રહ્યા હતા તે માંડ બચ્યા દુકાનદાર મહેશ ચૌરસિયાએ જણાવ્યું કે, દુકાનમાં એક ગ્રાહક મોબાઈલ રિપેર કરવા આવ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ તે મોબાઈલની બેટરી કાઢીને ચેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન ધડાકો થતાં મોબાઈલ રિપેર ન કર્યો. જો તે સમયસર પાછળ ન ખસ્યો હોત તો તેનો ચહેરો બળી જતો. ગ્રાહક પણ બચી ગયો હતો.