સગીર પર બળાત્કાર કરનાર ભાજપના ધારાસભ્યને 25 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 09:43:12

અનેક વખત આપણે વિચારતા હોઈએ છીએ કે સત્તાપક્ષના નેતા કે ધારાસભ્ય વિરૂદ્ધ કેસ થાય તો તેમને સજા નથી મળતી. સત્તા આગળ કાયદાનું નથી ચાલતું! પરંતુ ઉત્તર પ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગીર સાથે બળાત્કારના કેસમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય રામદુલર ગોંડને કોર્ટે સજાની જાહેરાત કરી. કોર્ટે ભાજપના ચાલુ ધારાસભ્યને 25 વર્ષની સજા ફટકારી છે. 

 BJP MLA Ramdular Gond convicted in a rape case

ભાજપના ધારાસભ્યને કોર્ટ સંભળાવી 25 વર્ષની સજા  

કહેવાય છે ને કે કાયદાઓ બધા માટે સમાન હોય છે. તેવું જ કંઈક સામે આવ્યું. ઉત્તર પ્રદેશથી કે જ્યાં સોનભદ્રના દૂધી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યને કોર્ટે સજા ફટકારી છે. ધારાસભ્ય રામદુલાર ગોંડને સોનભદ્રની સાંસદ/ધારાસભ્ય કોર્ટે સગીર પર બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલની સજા ફટકારી છે. લગભગ 9 વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણીમાં તાજેતરમાં જ કોર્ટે ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત જાહેર કર્યા હતા. હવે શુક્રવારે આ કેસમાં ચુકાદો આપતાં એડિશનલ સેશન્સ જજે ભાજપના ધારાસભ્યને 25 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડના 10 લાખ રૂપિયા પીડિતાને આપવામાં આવશે. 


15 વર્ષની બાળકી પર ધારાસભ્ય આચરતા હતા બળાત્કાર!

4 નવેમ્બર, 2014 ના રોજ, ઉત્તર પ્રદેશના છેલ્લા વિધાનસભા મતવિસ્તાર દૂધી-403ના વર્તમાન ધારાસભ્ય રામદુલાર ગોંડ વિરુદ્ધ આ વિસ્તારની રહેવાસી એક સગીર છોકરી દ્વારા બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો. POCSO હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ધારાસભ્ય એક વર્ષથી સતત તેની સાથે બળાત્કાર કરી રહ્યો હતો. તે સમયે પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષની હતી. મળતી માહિતી મુજબ, ઘટના સમયે રામદુલાર ગોંડની પત્ની સૂરતાન દેવી ગામના વડા હતા અને રામદુલાર ગોંડ એક શક્તિશાળી નેતાની છબી ધરાવતા હતા. 


ધારાસભ્ય બન્યા બાદ પણ કોર્ટમાં હાજર થતા રહ્યા!

આ પછી, રામદુલાર ગોંડનું રાજકીય કદ સતત વધતું ગયું અને વર્ષ 2022માં, તેઓ ભાજપના દૂધી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તે દરમિયાન કેસની તપાસ ચાલુ રહી અને ધારાસભ્ય બન્યાના થોડા દિવસ પહેલા જ પોલીસે કોર્ટમાં અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ, રામદુલાર ગોંડ કોર્ટમાં હાજર રહ્યા અને પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા, પરંતુ 12 ડિસેમ્બર, 2023ના રોજ, MP-MLA કોર્ટના એડિશનલ સેશન્સ જજ I એહસાનુલ્લા ખાનની કોર્ટમાં, તેમણે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો અને તેને સજા કરવામાં આવી. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.


ધારાસભ્યનું પદ ગુમાવી શકે છે રામદુલાર ગોંડ   

તમને જણાવી દઈએ કે સજાની જાહેરાત બાદ બીજેપી ધારાસભ્ય તેમની સદસ્યતા ગુમાવી શકે છે. નિયમ એવો છે કે બે કે તેથી વધુ વર્ષની સજા થાય તો વિધાનસભાના સભ્યોની વિધાયક સત્તા રદ થાય છે. પીડિતાના ભાઈએ એમપી-એમએલએ કોર્ટમાંથી ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત ઠેરવવા પર ખુશી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન આવેલા પીડિતાના ભાઈ સાથે જ્યારે આ અંગે ચર્ચા કરવામાં આવી તો તેણે કહ્યું કે તે કોર્ટના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. નવ વર્ષના સંઘર્ષ બાદ આજે તેમને ન્યાય મળ્યો છે. તમને જણાવી દઈએ કે પીડિતાના ભાઈની ફરિયાદ પર રામદુલર ગોંડ વિરુદ્ધ નવ વર્ષ પહેલા બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...