અમદાવાદમાં ભાજપના નેતા પર છરીના ઘા મારી હુમલો કરાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:05:11

ચૂંટણી નજીક આવતા રાજનીતિ ગરમાઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી જીતવા ભારે મથામણ કરી રહી છે. અરવિંદ કેજરીવાલે બે દિવસીય ગુજરાતની મુલાકાત લીધી હતી. ભાજપ અને આપ વચ્ચે વાક પ્રહાર થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પર છરી વડે હુમલો કર્યો છે. ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.

 

છરીના ઘા કરી કર્યા ઘાયલ

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી છે. એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત પર પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે કર્ણાવતી મહાનગરના ગોમતીપુરના યુવા મોરચા પ્રમુખ પવન તોમર પર હુમલો કર્યો છે. આપના કાર્યકરે તેમની ઉપર હુમલો કર્યો છે.

 

આપ પર કરાયા આરોપ

ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે.

ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ બિલકુલ વ્યાજબી નથી અને આ ગુજરાતની પરંપરા નથી. રાજ્યને  બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતને બદનામ કરવા રાજનીતિ રમાઈ રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?