ભારતીય રાજનીતિમાં અટલ બિહારી વાજપેયી એવા નેતા હતા જેમની તારીફ રાજકીય હરીફો કરતા હતા. તેમની વાણીની છટ્ટાને કારણે અને તેમની રાજનીતિને કારણે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી. ત્યારે જનસંઘની સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા બની વડાપ્રધાન બનવાની સફરને દર્શાવતી ફિલ્મ આવનાર સમયમાં આવી રહી છે. શુક્રવારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ હશે 'मैं रहूं या ना रहूं, यह देश रहना चाहिए- अटल'
।"भारत जमीन का टुकड़ा नहीं, जीता जागता राष्ट्रपुरुष है।"
— पंकज त्रिपाठी (@TripathiiPankaj) November 18, 2022
ये पंक्तिया लिखनेवाले महान नेता श्री.अटल बिहारी वाजपेयी जी कि भूमिका मुझे बड़े पर्देपर साकार करने का अवसर मिल रहा है, ये मैं अपना सौभाग्य मानता हूँ! #ATAL जल्द ही ।@meranamravi @vinodbhanu @thisissandeeps pic.twitter.com/xnl1sT0Ke9
અટલજીના જીવન પર આધારિત હશે આ ફિલ્મ
આજકાલની મોટાભાગની ફિલ્મ વાર્તાઓ અથવા પાત્રોથી પ્રભાવિત થઈ બનાવામાં આવી રહી છે. દંગલ, નિરજા, એમ.એસ.ધોની, ગંગુબાઈ જેવા પાત્રોમાંથી પ્રેરણા લઈ અનેક ફિલ્મો બનાવામાં આવી છે. ત્યારે રાજનેતાઓ પર આધારિત મુવીની વાત કરીએ તો એમાં સરદાર, બોઝ,પીએમ નરેન્દ્ર મોદી સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે જ્યારે આવનાર સમયમાં અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત ફિલ્મ બનવા જઈ રહી છે.
એવા નેતા જેમના કોઈ શત્રુ ન હતા
રવિ જાઘવઆ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે જ્યારે ઉત્કર્ષ નૈથાની દ્વારા આ ફિલ્મ લખવામાં આવશે. જ્યારે પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા ભજવવાના છે. અટલજી ભારતીય રાજનીતિના એવા નેતા હતા જેમના વખાણ વિપક્ષ પણ કરતા હતા. રાજનૈતિકની સાથે સાથે તેઓ સારા લેખક પણ હતા. આ ફિલ્મનું નામ પણ સંસદમાં તેમના દ્વારા કહેવામાં આવી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે सरकारें आएंगी, जाएंगी, पार्टियां बनेंगी, बिगड़ेंगी मगर ये देश रहना चाहिए।.