આજકાલ અનેક લોકો લીવ ઈન રિલેશનસિપ તથા એકસ્ટ્રા મેરેટિયલ અફેર રાખતા હોય છે. આ વસ્તુને રોકવા ઈન્ડોનેશિયા સરકારે એક વિધેયક પાસ કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત એકસ્ટ્રા મેરેટીયલ અફેર રાખવુએ કાનુની અપરાધ ગણવામાં આવશે. ઉપરાંત સજા પણ થઈ શકે છે જો માતા-પિતા, પત્ની આ બાળકો આ અંગે ફરિયાદ કરે તો. આ નિયમ ઈન્ડોનેશિયામાં રહેતા નાગરિકો તેમજ વિદેશ ગયેલા લોકો પર આ કાનૂન લાગુ થશે.
કાયદાનું ઉલ્લંઘન થશે તો કરાશે સજા
કાયદા અને માનાવધિકાર મંત્રાલયના જણાવ્યા મુજબ સર્વસમ્મતિ પછી આ સંશોધન લાગુ કરવામાં આવી રહ્યું છે. આ સંસોધન લાગુ થાય તે માટે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અનિવાર્ય છે. હસ્તાક્ષર થયા પછી તરત જ આ કાયદોને લાગુ નહીં થાય. આ કાયદાને પૂર્ણ રીતે લાગુ કરવામાં અંદાજીત ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ લીવ ઈન રિલેશનશિપ પણ આના દાયરામાં આવશે. આ કેસમાં અંદાજીત 6 મહિના જેટલી સજા થઈ શકે છે. ગર્ભપાત પણ એક અપરાધ છે.