Suratમાં સર્જાઈ દુર્ઘટના, આ શાળાની છત ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:31:12

સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં શાળાનો એક ભાગ ધરાશાયી થયો છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી શાળામાં સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. છતનો એક ભાગ નીચે પડી જતાં ત્રણ મજૂરો દટાયા હતા અને તેમાં 2 મજૂરોના મોત થઈ ગયા છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 



છતનો ભાગ ધરાશાયી થતાં થયા બે લોકોના મોત 

સમગ્ર રાજ્યમાં આઝાદી પર્વની ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતની એક શાળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે શ્રમિકોના મોત થઈ ગયા છે. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સારવાર અર્થે શ્રમિકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર નિકાળવાની કામગીરી કરવામાં આવી હતી.   


સમારકામ દરમિયાન બનતી હોય છે આવી દુર્ઘટના 

મહત્વનું છે કે સમારકામ દરમિયાન અનેક બિલ્ડિંગો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. છત ધરાશાયી થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરતની શાળામાં દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકોના મોત બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે, જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે થતા હોય છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.