આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવી મોટી દુર્ઘટના રશિયામાં સર્જાઈ છે. દાગેસ્તાની ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. આ આગ એટલી ભયંકર હતી કે 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે.
ગાડી રિપેરિંગની દુકાનમાં લાગેલ આગ બની દુર્ઘટનાનું કારણ!
મંગળવાર રાત્રે રશિયાના મખાચકલા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આ આગ હાઈવે નજીક આવેલા એક ગાડી રિપેરિંગની દુકાનમાં લાગી હતી. દુકાનમાં લાગેલી આગ એકાએક એટલી પ્રસરી ગઈ કે નાની દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અનેક કલાકોની મહામેહનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મહત્વનું છે કે આગમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. મોટી સંખ્યામાં બાળકો આ ઘટનામાં ઈજાગસ્ત થયા છે.