મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત બન્યો છે. પુલ પરથી નીચે પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બસ ઓવરલોડેડ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે મુસાફરોને લઈ જતી બસ પુલ પરથી નીચે ખાબકી છે જેને કારણે 15 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને વહીવટીતંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. મળતી માહિતી અનુસાર બસ પરથી કાબુ ગુમાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં પાણી ન હોવાને કારણે મોટા ભાગના મુસાફરોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે.
નદી પરથી નીચે બસ પડી જતાં સર્જાઈ દુર્ઘટના!
અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે મધ્યપ્રદેશના ખરગોનમાં અકસ્માત સર્જાયો છે જેમાં 15 જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડોંગરગાંવ અને દસંગા વચ્ચે બોરાડ નદીના પુલની રેલિંગ તોડીને બસ નીચે પડી ગઈ હતી. પરંતુ નદી સૂકી હતી એમાં પાણી ન હતું. પાણી ન હોવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ઝડપથી ચાલી રહી હતી અને તે સમયે બસ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ છે.
સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!
જે બસને અકસ્માત નડ્યો છે તે ખરગોનના બેજાપુરથી બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ત્યાં આવી ચઢ્યા હતા. બચાવ કામગીરી પણ તરત શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.