મધ્યપ્રદેશના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... મશાલ યાત્રાના સમાપન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે... આ દુર્ઘટના ગુરૂવારે મોડી રાત્રે બની હતી... મળતી માહિતી અનુસાર મશાલ રેલીના સમાપન દરમિયાન અનેક મશાલો ઉંઘી પડી ગઈ હતી જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જેને કારણે લોકોમાં નાશભાગ મચી હતી..અનેક લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો...
આ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવી હતી મશાલ યાત્રા
ખંડવામાં રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ દ્વારા આતંકવાદ સામે યુવા જનમત માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવાર સાંજે ખંડવાના બારામાર ચોકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું... આ કાર્યક્રમમાં સામેલ થવા હૈદરાબાદના ભાજપના ધારાસભ્ય ટી રાજા તેમજપશ્ચિમ બંગાળના ભાજપના પ્રવક્તા અને નાઝિયા ખાન પણ આવ્યા હતા.. આ કાર્યક્રમ દરમિયાન 26-11ના આતંકવાદી હુમલાના શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી..
કેવી રીતે બની દુર્ઘટના?
મશાલ યાત્રા મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.. ખંડવાના બડાબમ ચોકથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો.. રેલી ઘંટાઘર ચોક પર પુરી થઈ અને તે વખતે આ મોટી દુર્ઘટના સર્જાઈ જ્યારે મશાલને મૂકવાનું આવ્યું... મૂકતી વખતે કેટલીક મશાલો ઉંઘી પડી ગઈ જેને કારણે આગ ફાટી નીકળી.. એવી માહિતી સામે આવી છે કે મશાલમાં કપૂર તેમજ લાડકાનો ભુક્કો હતો જેને કારણે આગ વધારે ફાટી નીકળી.. આ દુર્ઘટનામાં 50 જેટલા લોકો દાઝ્યા છે... એવી પણ માહિતી સામે આવી છે કે આ મશાલ યાત્રામાં એક હજાર મશાલો હતો પરંતુ તેમાંથી 200 જેટલી મશાલો પ્રગટાવામાં આવી હતી...