ચીનમાં એક તરફ કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ ચીનના જિયાંગ્શી પ્રાંતમાં રવિવારે સવારે રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કયા કારણોસર આ દુર્ઘટના બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માતમાં થયા 17 જેટલા લોકોના મોત
અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોડ અકસ્માતને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે પૂર્વ ચીનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જટેલા લોકોના મોત થયા છે ઉપરાંત 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આ ઘટના નાનચાંગ કાઉંટીમાં સર્જાઈ છે.
અનેક લોકો બની રહ્યા છે અકસ્માતનો શિકાર
ચીનમાં ધુમ્મસને કારણે અનેક લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થાય છે તો અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે. વધતા અકસ્માતને રોકવા સૂચનાઓ આપવામાં આવી છે જેમ કે વાહન ધીમે ચલાવવું, વાહન ચલાવતી વખતે લાઈટ શરૂ કરવી. વાહન ધીમે ચલાવવા તેમજ આવનારી કારથી સુરક્ષિત અંતર બનાઈને રાખવું. આમ કરવાથી અકસ્માતો અટકી શકે તેવી કોશિશ કરવામાં આવી રહી છે.