દિલ્હી લીકર કૌભાંડમાં થયો મોટો ખુલાસો! ચાર્જશીટમાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ! જાણો રાઘવ ચઢ્ઢાએ શું આપી પ્રતિક્રિયા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-02 15:21:44

દિલ્હીના કથિત લિકર પોલીસી કૌભાંડ સૌથી ચર્ચિત વિષય છે. આ મામલે આપણે સૌ જાણીએ છીએ. પણ આ મામલે નવી અપડેટ આવી છે. અપડેટ એવી કંઈક છે કે દારુ કાંડમાં વધુ એક નેતાનું નામ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાનું પણ નામ સામે આવ્યું છે. પોલીસે બીજી ચાર્જશીટ દાખલ કરી છે તેમાં નામ હોવાનું સામે આવ્યું છે.

    

ચાર્જશીટમાં આવ્યું રાઘવ ચઢ્ઢાનું નામ!

દિલ્લી સરકારની કથિત લિકર પોલીસી કાંડમાં ઈડીએ બીજી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.. આ ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું પણ નામ આવ્યું છે.. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લાંચ લેવાનું ષડયંત્ર આચર્યું છે. રૂપિયાની કથિત લેવડદેવડ થઈ હોવાની વાત આ ચાર્જશીટમાં કરવામાં આવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 


મીટિંગમાં આટલા લોકો હતા હાજર! 

રાઘવ ચઢ્ઢાનું નામ ચાર્જશીટમાં આવતાની સાથે જ હોબાળો મચી ગયો છે.. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાના ઘરે બેઠક થઈ તેમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા.. મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે પોતાના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. નિવેદનમાં તેમણે કહ્યું છે કે મીટિંગમાં રાઘવ ચઢ્ઢા, પંજાબના એક્સાઈઝ કમિશનર, એક્સાઈઝ ઓફિસર અને વિજય નાયર પણ સામેલ હતા.

 

રાઘવ ચઢ્ઢાએ આપી પ્રતિક્રિયા!

ઈડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કવિતા, સરથ ચંદ્ર રેડ્ડી, અરુણ પિલ્લાઈ અને સમીર મહેંદ્રુ સાથે દિલ્લીની લિકર પોલીસી પર બેઠક કરી હતી. આ બધા લોકોની પર્સનલ ડીટેઈલ વગેરે ચાર્જશીટની અંદર છે જે ખૂબ ગુંચવણ ભરી છે એટલે આપણે તે સ્કીપ કરીએ છીએ પણ ખાલી મુદ્દો સમજવા વાત કરીએ તો વિવિધ લોકો સાથે લિકર પોલીસી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને કઈ રીતે તોડ કરવામાં આવશે તેનો તખતો રચાયો હતો. ત્યારે આ મામલે રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપી છે. 


રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કરાશે કાર્યવાહી!

આખો મુદ્દો સમજીએ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા ઓલરેડી લિકર પોલીસી કૌભાંડમાં જેલના સળિયા પાછળ છે... હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે... પહેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે મનીષ સીસોદિયાએ રિષ્વત માટે ઈમેઈલ પ્લાન્ટ કર્યા હતા.... મનીષ સીસોદિયાએ પ્રોપર્ટી માર્જીનને જાણી જોઈને 6 ટકાથી 12 ટકા કરી દીધા હતા કારણ કે તેનાથી લાંચ લઈ શકાય... તો હવે રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?