મહેસાણાના વિસનગરમાં મળેલી યુવતીની લાશના કેસમાં થયો મોટો ખુલાસો! રીક્ષા ચાલકે જ યુવતી પર આચર્યું દુષ્કર્મ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-01 16:27:57

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મહિલાઓની હત્યા થઈ રહી છે, બળાત્કાર થાય છે. ત્યારે થોડા દિવસ પહેલા મહેસાણાના જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ગામ પાસેથી થોડા દિવસ પહેલા એક 25 વર્ષીય યુવતીની લાશ મળી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ મામલે એપડેટ આવી છે. શંકાના દાયરામાં રહેલો રીક્ષા ચાલક જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. તપાસની શરૂઆતમાં જ રીક્ષા ચાલકની અટકાયત કરીને તેની તે દિશામાં તપાસને આગળ વધારી હતી.     


જાણો શું હતો સમગ્ર મામલો?               

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઘટના છે મેહસાણા જિલ્લાની. મોલમાં કામ કરતી એક સામન્ય ઘરની દીકરી સાથે એક એવી ઘટના બની છે જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ ગયા હતા. મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લાં 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાનાં મમ્મી સાથે ફોન પર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યાર બાદ સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેને કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતી ના પહોંચતાં પરિવારે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય એ બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.

ઘરે પરત ન ફરતા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ!

મૃતક યુવતી મૂળ જેતપુર ગામની અને વિસનગરના વાલમ ગામે મોસાળમાં રહેતી અને મહેસાણાના એક ખાનગી મોલમાં નોકરી કરી હતી. મોડી રાત સુધી યુવતી પરત ન આવી હતી. માતા સાથે વાતચીત કરતી હતી. પરંતુ ફોન બંધ થઈ જતાં અનેક વખત છોકરીને ફોન કર્યા હતા. પરંતુ ફોન ન લાગતા સરપંચને જાણ કરવામાં આવી હતી. ગુમ થયાના બે દિવસ બાદ પોલીસને જાણ થઈ હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. મહિલાની લાશ ખેતરમાં નગ્ન હાલતમાં મળી આવી હતી. 

દુપટ્ટા વડે ગળુ દબાવી કરાઈ યુવતીની હત્યા!

વિસનગર તાલુકાના બાસણા પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવવાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવતીના મૃતદેહને ફોરેન્સિક પી.એમ રિપોર્ટ માટે અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો. યુવતીના માતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં યુવતીને દુપટ્ટા વડે ગળુ દબાવી તેમજ માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રીક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ! 

આ સમગ્ર મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. રીક્ષા ચાલક જ આરોપી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં મોબાઈલ ફોનની મદદથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે યુવતી ઉપર રેપ કરીને હત્યા બાદ તેનો મોબાઈલ ફોન લઈને નીકળ્યો હતો અને આ મોબાઈલ તેને તાવડીયા બ્રિજથી દૂર ફેંકી દીધો હતો. ઉપરાંત પોલીસને તપાસમાં એ પણ ખબર પડી કે રીક્ષામાં બેઠેલી યુવતીને તે પોતાની સાથે એરંડાના ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પુરાવા એકત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?