ડમી કાંડ મામલે થયો મોટો ખુલાસો!તોડ કાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે જપ્ત કર્યા 38 લાખ જેટલા રુપિયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-24 11:46:06

થોડા સમય પહેલા યુવરાજસિંહે ડમી ઉમેદવાર કાંડનો પર્દાફાશ કર્યો હતો. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અનેક લોકોના નામ લીધા હતા. જે બાદ પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી અને જે બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. રોજે રોજે આ મામલે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ આ કેસમાં તોડ કાંડનો એંગલ સામે આવ્યો હતો.  


પોલીસે રિક્વર કર્યા 38 લાખ રૂપિયા!

બિપીન ત્રિવેદીના આક્ષેપ અનુસાર યુવરાજસિંહે નામના લેવા માટે પૈસા લીધા હતા. જે બાદ યુવરાજસિંહને ભાવનગર એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે યુવરાજસિંહ જવાબ આપવા હાજર થયા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ ઉપરાંત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે યુવરાજસિંહના સાળાની ધરપકડ સુરતથી કરવામાં આવી હતી. ત્યારે આ કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં  આવી છે, મળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


યુવરાજસિંહ પર અપહરણનો ગુન્હો થશે દાખલ!

યુવરાજસિંહ પર ડમી કાંડમાં તોડ કાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવરાજસિંહને કોર્ટ  સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી ત્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ સામે અપહરણનો કેસ દાખલ કરાઈ શકે છે.    


બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાના રિમાન્ડ મંજૂર!

ડમી કાંડ મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહને હાજર થવા એસઓજીએ સમન્સ પાઠવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને શુક્રવારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા  બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે ખંડણી મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહના સાળાને સુરતથી ઝડપી પડાયો હતો. ત્યારેમળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


 મળતી માહિતી અનુસાર ડમીકાંડ મામલે 6 ઓરોપીઓની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તમામને જેલ હવાલે કરી દેવાયા છે. બિપીન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.       



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...