રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મોતનો આંકડો 28 પર પહોચ્યો છે. પરંતુ આ આંકડો વધવાની શક્યતા છે. જો ગેમઝોનના સંચાલકોએ લાપરવાહી દાખવી ન હોત તો આજે આ બધા જીવતા હોત. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ..
ગેમ ઝોનમાં રમવા આવતા લોકો પાસેથી લેવાતી હતી બાંહેધારી!
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ રાજકોટના આ કાલાવાડ રોડના TRP ગેમ ઝોનમાં શનિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા મોતનું તાંડવ મચી ગયું છે. ત્યારે આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ .રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે કે ગેમિંગ ઝોનમાં ગેમ્સ રમવા આવનાર તમામ પાસે લેખિતમાં બાંહેધરી લેવાતી હતી, તેના માટે એક ફોર્મ ભરવામાં આવતુ હતુ કે જેમાં ઈજા કે ગેમ રમતા કઈપણ બને તો, ગેમિંગ ઝોનના સંચાલકોની કોઈ જવાબદારી નહી રહે....
શું લખવામાં આવતું હતું બાંહેધરીમાં?
રાજકોટ TRP ગેમ્સ રમવા આવતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મની અંદર ઈજા કે મોત માટે તેઓ જવાબદાર નહીં હોવાનું લખાવતા હતા . આ ફોર્મમાં લખેલુ છે કે કોઈ પણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી કંપનીની નહીં હોય. ત્યારે કંપની પહેલાથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવતી હતી.