સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે સાંસદોની સુરક્ષા CISFના હાથમાં રહેશે


  • Published By :
  • Published Date : 2024-01-23 18:39:39

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા માટે 140 કર્મચારીઓની CISF ટીમને મંજૂરી આપી છે. સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અને નવી સંસદની ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવરેજ હેઠળ લાવવામાં આવશે. આ સિવાય વર્તમાન સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને CRPFનું પાર્લામેન્ટ સિક્યુરીટી ગ્રૂપ પણ સંસદ પરિસર વિસ્તારને સુરક્ષા પ્રદાન કરશે.


CISFના જવાનોએ શરૂ કરી ગતિવિધીઓ


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સંસદના બજેટ સત્ર દરમિયાન CISF સંસદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાની સુરક્ષા કરશે. CISF ગેસ્ટ સિક્યુરિટી અને ફ્રિસ્કિંગનું કામ પણ કરશે. આ પહેલા ગેટની સુરક્ષા માટે દિલ્હી પોલીસ અને સંસદની સુરક્ષા સાથે જોડાયેલા લોકોને તૈનાત કરવામાં આવ્યા હતા. CISFના જવાનોએ સંસદની સુરક્ષાને લઈને તેમની ગતિવિધિઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.


13 ડિસેમ્બર, 2023ની ઘટના બાદ સરકારે નિર્ણય કર્યો


ગૃહ મંત્રાલયે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષા ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2001ની સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર સંસદની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેમણે એક ટીનમાંથી પીળા રંગનો ધુમાડો કાઢ્યો ત્યારે અંધાધૂંધી સર્જાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે CISFને નવા અને જૂના સંસદ ભવન સંકુલનું નિયંત્રણ આપવામાં આવશે જ્યાં એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા હશે જેમાં એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર અને શૂઝ, હેવી જેકેટ્સ અને બેલ્ટ્સ દ્વારા લોકો અને સામાનની તપાસ કરવામાં આવશે. ટ્રેમાં એક્સ-રે મશીન વડે તપાસ કરવાની પણ જોગવાઈ છે. CISFમાં લગભગ 1.70 લાખ કર્મચારીઓ છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. દેશના 68 સિવિલ એરપોર્ટ ઉપરાંત, તે એરોસ્પેસ અને ન્યુક્લિયર એનર્જી સેક્ટર સાથે સંબંધિત મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા માટે પણ જવાબદાર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?