ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-10-23 16:04:10

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્યની રાજ્યની સ્વનિર્ભર(નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ 7500 સહાય શાળાને આપવામાં આવતી હતી. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટો ફટકો પડશે. આ યોજનાને લઈ રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં અનેક પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે તપાસ બાદ અંતે યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


શા માટે અપાતી હતી આર્થિક સહાય?


ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ રાજયમાં ચાલતી નોન ગ્રાન્ટેડ બિન સરકારી માધ્યમિક શાળાઓમાં ચાલતી રોજિંદી પ્રવૃતિઓ માટે મદદરૂપ થઈ શકાય તે માટે આ યોજના હેઠળ મદદ કરતો હતો. સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાંઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માટેની સુવિધામાં વધારો થાય અને એકંદરે શિક્ષણનું સ્તર સુધરે ઊંચુ આવે તે માટે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજૂર કરવાની નીતિ નિયત કરવામાં આવી હતી. પણ તેમાં શાળાઓ દ્વારા વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી. જેની તપાસ કરવામાં આવતા તેમાં તથ્ય જણાયું હતું અને આખરે યોજનામાંથી શાળાઓને આઉટ કરી દેવામાં આવી છે.


વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ખાતામાં જમા થશે


રાજ્ય સરકારે ભલે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ યોજના બંધ કરી છે, પરંતુ વિદ્યાર્થીઓને અપાતી સહાય તો ચાલું જ રહેશે. હવે નવી યોજનામાં આ સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીઓને મળશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે. ગુજરાત સરકાર નવી સ્કોલરશિપ અંતર્ગતની આ સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. આ સહાય માટે હવે શાળા માધ્યમ નહી બને. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?