રાજ્યના પ્રવાસી શિક્ષકોને મોટો ઝટકો, સરકારનો 4300 પ્રવાસી શિક્ષકોની મુદ્દત પૂર્ણ થતા છૂટા કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-24 20:15:02

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે (Education Department) પ્રવાસી શિક્ષકોને લઈ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતની સરકારી શાળાઓમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો ફેંસલો કર્યો છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂકનો નિર્ણય લેવાયો હતો, પરંતુ જ્યાં સુધી જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી યોજના ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. જેમાં 6 માસ અથવા જ્ઞાન સહાયકની નિમણૂક બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની મુદત આપવામાં આવી હતી. આ દરમિયાન મંગળવારના રોજ પ્રવાસી શિક્ષકોની મુદતમાં વધારો કરાયાની 6 માસની મર્યાદા પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં કાર્યરત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે આદેશ કરાયો છે. આ નિર્ણય પાછળનું કારણ ગુજરાતમાં જ્ઞાન સહાયકોની ભરતી થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે અગાઉ જ્ઞાન સહાયકોને બદલે પ્રવાસી શિક્ષકો (Visiting Teacher)ની નિમણૂંક કરવામાં આવી હતી.


 પ્રવાસી શિક્ષકોની ભરતી હંગામી હતી


રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. જેમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ કરાવવાનું આયોજન કર્યું હતું. જોકે, રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં લાંબો સમય લાગે તેમ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના લંબાવવાનું નક્કી કરાયું હતું. જેમાં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગે પ્રવાસી શિક્ષક યોજનાને વધુમાં વધ 6 માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઠરાવ અનુસાર પ્રવાસી યોજનાને 6 માસનો સમય 23 જાન્યુઆરી, 2024ના રોજ પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના પૂર્ણ કરવામાં આવી છે. જેથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 


તાસ દીઠ અપાતો હતો પગાર

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને તાસ દીઠ પગાર અપાતો હતો, જો કે જ્ઞાન સહાયકોની ફિકસ પગારથી ભરતી કરાઈ છે. પ્રાથમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 21 હજાર, માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને માસિક 24 હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 26 હજાર પગાર આપવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?