T-20 વર્લ્ડ કપ પહેલા ભારતીયોને મોટો ઝટકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:17:30

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બુમ બુમ બુમરાહ એટલે કે જસપ્રીત બુમરાહને પીઠના ભાગમાં ઈજા પહોંચતા તેઓ T20 વર્લ્ડકપમાંથી બહાર થયા છે. તેમને કોઈ સર્જરીની જરૂર નથી પરંતુ સૂત્રો અનુસાર 4-6 મહિના માટે આરામ કરવો પડશે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ત્રિવેન્દ્રમ નથી ગયા.


અગાઉ પણ જસપ્રીત બુમરાહ બે જ મેચ રમી ચૂક્યા હતા

સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના બીસીસીઆઈના સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે કે બુમરાહ આગામી ટી 20માં ભાગ નહીં લે. હજુ સુધી બીસીસીઆઈએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી. બુમરાહને ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ ઈજા પહોંચી હતી પરંતુ પછી તેઓ બે જ મેચ રમી ચૂક્યા હતા. સાથે જ સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં પણ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં પોતાની જગ્યા નહોતા બનાવી શક્યા. જેના કારણે બુમરાહ સુપર ફોર સ્ટેજથી પણ બહાર થવું પડ્યું હતું. 


બુમરાહ નહીં રમે તો શમીને મળી શકે છે તક

સમાચાર મળી રહ્યા છે કે બુમરાહની ઈજા બહુ ગંભીર છે અને તેઓ 4થી 6 મહિના સુધી ગ્રાઉન્ડ પર નહીં રમી શકે. જો કે હજુ સુધી બીસીસીઆઈએ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી. બુમરાહ ઓન ફિલ્ડ નહીં રહે તો ભારતીય ટીમના ફાસ્ટ બોલ મોહમ્મદ શમીને ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળી શકે છે.



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...