વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપે વિનાશ સર્જયો હતો. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા જ્યારે હજારો લોકો નિરાધાર બની ગયા હતા. ભૂકંપને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે ત્યારે ન્યુઝીલેન્ડમાં પણ ભારે તીવ્રતાવાળા ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની નોંધાઈ હતી.
રિક્ટર સ્કેલ પર નોંધાઈ 7.1ની તીવ્રતા
ભૂકંપના આંચકાનો અનુભવ અનેક દેશોમાં થઈ રહ્યો છે. અનેક દેશોમાં ધરતીકંપના આંચકાને લઈ ભારે નુકસાન થતું હોય છે. તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન ધરતીકંપને કારણે થયું છે. તે બાદ અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે ગુરૂવારે ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર નોંધાયું હતું. ભૂકંપ બાદ સુનામી માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.