છેલ્લા ઘણા દિવસોથી એક સમાચાર તો આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આજે આટલા લોકોના જીવ ગયા. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે તે સમાચાર અમે પણ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. યુવાનો હાર્ટ એેટેકનો ભોગ બની રહ્યા છે તેવી લાઈન અમે લખતા હોઈએ છીએ. ત્યારે ફરી એક આશાવાદ યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આજે પાટણથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 41 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિનું મોત બાથરૂમમાં થઈ ગયું છે. ન્હાતી વખતે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, ઢળી પડ્યા અને અંતે મોતને ભેટ્યા. આ સમાચાર સાંભળી ન માત્ર પરિવાર પરંતુ સમાજમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી કારણ કે તેઓ સેવાભાવી સ્વભાવના હતા.
યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
વર્તમાન પળમાં જીવવું એવા વાક્યો આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. કાળ કોને ભરખી જશે તેની ખબર નથી હોતી. કોઈના મોત અકસ્માતને કારણે થાય છે તો કોઈના મોત હાર્ટ એટેકને કારણે થાય. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે તેવી વાતો આપણે સાંભળી છે. પરંતુ જ્યારે આપણે આપણા સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે દુ:ખ થાય છે. પરિવાર પર આ દુખનું આભ ફાટી પડતું હોય છે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક આશાવાદી યુવાનોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એક સમાચાર તો સામાન્ય રીતે સામે આવતા હોય છે જેમાં યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જશે તે જાણી શકાતું નથી.
41 વર્ષીય રાજુભાઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત
કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ગરબા કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કે કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા બાળકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જામનગરથી થોડા દિવસ પહેલા આવો કિસ્સો સામે આવ્યો હતો. તે ઉપરાંત થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના અનેક બનાવો આપણી સામે આવી રહ્યા છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પાટણમાં 41 વર્ષીય રાજુ પ્રજાપતિ ખોખરવાડામાં રહેતા હતા. ન્હાવા ગયા ત્યારે તેમની છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો અને મોત થઈ ગયું. અચાનક મોત થવાને કારણે પરિવારમાં તો શોકનો માહોલ જોવા મળ્યો છે ઉપરાંત તે અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા જેને કારણે સમાજમાં પણ શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. આની પહેલા પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે.