Sabarmati પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 30 વર્ષીય દલિત યુવતીને ઢોર માર મારવાની ઘટના સામે આવી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 12:09:10

અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 30 વર્ષીય દલિત યુવતીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. યુવતીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી છે. ઘટનાને પાંચ દિવસ થવા છતાં પોલીસે એફઆઈઆર નોંધી નથી પરિવારે તેવા આક્ષેપ કર્યા હતા. 

યુવતીને સારવાર માટે કરવામાં આવી હોસ્પિટલમાં દાખલ!

સાબરમતી પોલીસ સ્ટેશન નજીકની પંચશીલ હોસ્પિટલમાં યુવતી 6 ફેબ્રુઆરીથી દાખલ છે. પંચશીલ હોસ્પિટલના ડૉક્ટર કૌશિક શાહે કહ્યું કે, પીડિતાને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લવાઈ હતી. તેને એક દિવસ આઈસીયુમાં સારવાર આપવી પડી હતી. ત્યાર બાદ છેલ્લા ચાર દિવસથી તેને જનરલ વોર્ડમાં રાખવામાં આવી છે. યુવતીને શરીરના ભાગે બેઠો માર વાગેલો છે. તેને કોઈ બ્લીડિંગ થયું નથી, પણ લાતો અને મુક્કા વડે માર માર્યો હોવાનો પ્રાથમિક દૃષ્ટિએ ખ્યાલ આવે છે.


શું કર્યો યુવતીએ આક્ષેપ? 

યુવતીને શનિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવા ડૉક્ટરે જણાવ્યું છે. યુવતી સાથે વાત કરતા તેણે કહ્યું કે, તે સફાઈકામ કરે છે. અચેર ગામ સ્મશાન નજીક તેને બીજી તારીખે સફાઈ કામ કરવાની નોકરી મળી હતી. આ દરમિયાન ત્યાંના સ્થાનિક રહીશ પ્રહલાદ ઠાકોર પહેલા દિવસથી હેરાન કરતો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. છઠ્ઠી તારીખે યુવતી અચેર સ્મશાનના રસ્તે પાનના ગલ્લા પાસે નાસ્તો લઈને ઊભી હતી ત્યારે તેને પાછળથી માથામાં માર મારી ધક્કો મરાયો હતો તેમ જ કમર, માથા, છાતી અને ગુપ્તાંગના ભાગે લાતો મારી ઈજા પહોંચાડાઈ હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?