ભરુચમાં 25 વર્ષની ગેરન્ટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં ધોવાયો, કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ ક્યારે સારા થશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-29 18:40:53

વરસાદ થતાં જ અનેક રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી જતા હોય છે. શહેરોમાં ખાડારાજ જોવા મળતું હોય છે. રસ્તાની કામગીરી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો હોય તેની પોલ વરસાદમાં ખુલી જાય છે. ભરૂચથી એક સમાચાર સામે આવ્યા કે જે રોડ 25 વર્ષ ટકશે તેવી વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી ઉદ્ધાટન વખતે તે રોડ માત્ર 3 મહિનાની અંદર ધોવાઈ ગયો..!

ધારાસભ્યએ ઉદ્ધાટન વખતે કહ્યું હતું કે...

ભરૂચમાં 25 વર્ષની ગેરેન્ટી સાથે બનાવેલો રસ્તો, 25 વર્ષ તો દૂર પણ 25 મહિના પણ ન ટક્યો..જંબુસર આમોદના ધારાસભ્યની 25 વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ ખખડી ગયો છે. સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત બીજીવાર ધુમાડો થતો હોય તેમ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ રૂપિયા 13 કરોડના ખર્ચે બનાવામાં આવેલો રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિકોએ ગાંધીનગર ટ્રીબ્યુનલ કોર્ટમાં કરી. આશરે રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા થીંગડા મારવાનું કામ શરૂ કરાયું છે.


25 વર્ષની આપી હતી ગેરંટી પણ.... 

ચોમાસું આવતા જ અનેક રસ્તાઓ ખરાબ થઈ જતા હોય છે. રસ્તાઓ પર ખાડા જોવા મળતા હોય છે. ત્યારે ભરૂચમાં 25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઇવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડી જતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય તે સ્વભાવિક છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને ત્રણ મહિના પહેલા જ 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. ૨૫ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ પહેલા વરસાદે ખખડી જતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે.


અનેક રસ્તાઓ પર પડી જતા હોય છે ગાબડા! 

ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઇ હતી. ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઊડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોબ ગાબડાઓ પુરવાનું કામ શરૂ કરી દીધું હતું. જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો તે 25 વર્ષ તો દૂર 25 મહિના પહેલાં એટલે કે ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...