ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત બની રહ્યા છે. ત્યારે મહેસાણામાં ગરબા રમ્યા બાદ શિક્ષિકાનું વર્ષીય યુવતીનું અવસાન થયું છે
વડોદરાના પાદરા બાદ આજે મહેસાણામાં પણ હાર્ટ અટેકથી 22 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો. મહેસાણા દેદિયાસણની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત આવી ત્યાર બાદ તબિયત લથડી હતી. જોકે હોસ્પિટલ જતા પહેલા જ યુવતીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
મહેસાણા શહેરમાં રહેતી 22 વર્ષીય શિક્ષિકા શાળામાં ગરબાના પ્રોગ્રામમાં ગઈ હતી જોકે ગરબા પત્યા બાદ ઘરે આવતા જ આ યુવતીની તબિયત લથડી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે યુવતીને ચક્કર અને ઊલટીઓ થવા લાગી હતી જેને લઇ શિક્ષિકાના પરિવારના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા દોડ્યા હતા. પંરતુ રસ્તામાં જ શિક્ષિકાએ પોતાનો દેહ છોડી દીધો હતો.
હોસ્પિટલમાં અમે ગયા તો કંઇક બીજું જાણવા મળ્યું
આ જ બાબતે મૃતક 22 વર્ષીય યુવતીને જે હોસ્પિટલમાં લઈ ગયા હતા તે મહેસાણા લાયન્સ હોસ્પિટલની અમે મુલાકાત લીધી હતી જ્યાં ડોક્ટરે અમને મૌખિક રીતે જણાવ્યું હતું કે આ યુવતીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે નથી થયું. જે જાણી અમે ડોકટરને વધુ પૂછતા ડોક્ટરે અમને જણાવ્યું કે પ્રાથમિક રીતે જો માનીએ તો પોઈઝનના કારણે આ યુવતીનું મોત થયું છે. સાથે જ કહ્યું કે, વધુ માહિતી અમારી પાસે નથી માહિતી મળશે તો તમને જણાવીશું !