રીલ્સ બનાવવા રાજકોટમાં 14 ર્વષના બાળકે ચલાવી 100ની સ્પીડમાં કાર, કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 12:26:58

21મી સદી ઈન્ટરનેટની સદી, આ સોશિયલ મીડિયાનો જમાનો છે, આ જમાનો આપણને બૌદ્ધિક તો બનાવી રહ્યો છે પણ જન માનસ પર બીજી પણ ઘણી નકારાત્મક અસર છોડી રહ્યો છે. રિલ્સ માટે પુખ્તવયના માણસોને સ્ટંટ કરતા જોયા હશે. પરંતુ રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના ટાબરિયાએ 100થી વધુ સ્પીડમાં ગાડી ચલાવી અને અનેક લોકોને અડફેટે લઈ લીધા છે.  


100ની ઝડપે બાળકે ચલાવ્યું બાઈક! 

સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોમાં રહેલી છૂપી પ્રતિભા લોકો સામે આવી, ખૂબ સારી વાત હતી. પણ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે. આજ કાલના બાળકો મુખ્યત્વે ઓનલાઈન તેમજ મોબાઈલ વાપરતા જોવા મળતા હોય છે. ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગરોડ પર ફનવર્લ્ડથી પોલીસ હેડક્વાર્ટર બાજુ રવિવારે રાત્રે એક સફેદ રંગની સ્વિફ્ટ ગાડી સુમ્મમમમ થઈને નીકળી ગઈ... ગાડી એવી રીતે નીકળી કે આજુબાજુના લોકો જોતા રહી ગયા કે આ શું થઈ ગયું. જે જુવાની ઓળંગી ગયા છે તે લોકોના મનમાં થયું હશે કે ભગવાન કરે ને આમની સાથે કંઈ ખોટું ન થાય, પણ એવું જ થયું. થોડી જ વારમાં લોકોએ ધડામ અવાજ સાંભળ્યો. 100ની ઝડપે જતી ગાડી પર છોકરાએ કાબૂ ગુમાવ્યો ગાડીના મોરાએ ડિવાઈડરને ચૂંબન કરી લીધું. સ્વિફ્ટ ગોથા મારતી મારતી ડિવાઈડર પર ચઢી ગઈ અને ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ. 


બાળકથી ન રહ્યો સ્ટેરિંગ પર કંટ્રોલ! 

ગાડી ચલાવી રહ્યો હતો 14 વર્ષનો છોકરો જેનું નામ છે હેત ભટ્ટ, તેની બાજુમાં બેઠો હતો તે છોકરો પણ 18 વર્ષનો જ હતો નામ અમન અલ્તાફ અયાન. ગાડી ગોથલિયા મારીને રસ્તા પર પડી તો શિવાજીનગરનો હેત અને નેહરુ નગરનો અમન બેભાન થઈ ગયા. ત્યાંના લોકો ઝટપટ કાર પાસે પહોંચ્યા અને બંનેને હોસ્પિટલ ભેગા કર્યા. સ્વિફ્ટમાં કુલ ચાર લોકો એટલે કે અમન, મયાનન, મીત વગેરે બેઠા હતા અને બધા જુવાનિયા જ હતા. બધાને વાગ્યું છે અને બીજી વાત કરીએ તો સારી વાત એ હતી કે રસ્તા પર કોઈ હતું નહીં જેના કારણે કોઈ બીજા વ્યક્તિને જાનહાની નથી થઈ, જો કોઈ હોત તો અઘરું થઈ જાત. 


આ મામલે પોલીસે શરૂ કરી તપાસ

વાત પોલીસ સુધી પહોંચી કારણ કે ઘટના એવી હતી.પોલીસે તપાસ કરી તો ખબર પડી કે બધા મિત્રો ફરવા નિકળ્યા હતા પણ 100ની સ્પીડમાં કાર ચલાવી તો રિલ્સ બનાવવા બેઠા કે અમે જુઓ સાહસ કરી રહ્યા છીએ. અમારા રગોમાં ટેસ્ટોસ્ટેરોનના ઈન્જેક્શન વહી રહ્યા છે જે અમને આવું કરવા પ્રેરી રહ્યા છે પણ આવા સાહસનો અંજામ જે આવે છે તેવો જ આવ્યો. અકસ્માત પર પાછા આવીએ તો આ લોકો અકસ્માત બાદ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ખબર પડી હતી કે તેમની સાથે આવું થયું છે. 


રિલ્સના ક્રેઝમાં જીવનું જોખમ ઉઠાવવા પણ તૈયાર યુવાનો!  

સોશિયલ મીડિયા વાળી રિલ્સનો ક્રેઝ તો આ ઘટના પાછળ જવાબદાર છે જ પણ તેનાથી વધારે એ માબાપ જવાબદાર એ છે જેણે ટાબરિયાઓને કાર આપી. આટલા નાના છોકરાને ચાર પૈડાવાળી ગાડી કોણ આપે યાર અને એ પણ જુવાનીના એ સમયમાં જ્યારે તમારું લોહી એકદમ દૂધની જેમ ઉફાણા મારતું હોય તેવું ગરમ હોય. સ્પષ્ટ વાત છે કે 18 વર્ષથી નાના છે તો કોઈ પાસે લાયસન્સ નહીં જ હોય એટલે ગુનો પણ એટલો જ ગંભીર બને છે. ઘટનાના લોકો સગીર છે પણ પોલીસ પોલીસનું કામ કરશે જ પણ અમારે એ માબાપને સંદેશ આપવો છે કે તમારા છોકરાઓને કાબૂમાં રાખો. જુવાનીના જોશમાં કંઈ કરી બેસશે તો જીંદગીભરનો અફસોસ રહી જશે. સદનસીબે રસ્તા પર કોઈ ભીખારી સૂતો ન હતો જો એવું હોત અને તેને કંઈ થયું હોત તો લાડલો દીકરો જીંદગીભર પોલીસ સ્ટેશનમાં ફીટ થઈ જાત. અમારી એ માબાપને વિનંતી છે કે જુવાન દીકરો જીદ કરે કારની કે ગાડીની તો તેમને જવાબદારીનો ભાર ન આવે ત્યાં સુધી આવી સુવિધાઓ ન આપો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?