કોરોના કાળ બાદ દેશ અને રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા બનાવોએ સામાન્ય લોકોથી લઈને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં હાર્ટ એટેકથી નાની ઉંમર યુવકો અને બાળકો પણ મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ ત્રણથી ચાર જેટલા હાર્ટ અટેકથી મોતના કેસ સામે આવી રહ્યાં છે. કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજ્યના અંકલેશ્વરમાં હાર્ટ એટેક (heart attack in Ankleshwar)થી વધુ એક 10 વર્ષીય બાળકીનું મોત થયું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય સામે આવશે
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની હરી નગર સોસાયટીમાં રહેતી 10 વર્ષીય બાળકી અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરે છે.બાળકીની ગતરોજ રાતે તબિયત લથડતા સારવાર માટે પરિવારજનો અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકીનું ગેસ્ટ્રોની અસરની સારવાર દરમિયાન 10 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજયું હોવાની આશંકા સેવાઇ રહી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.