2000 રૂપિયાની 97% નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, તમે હજુ પણ પરત કરી શકો છો!


  • Published By :
  • Published Date : 2023-12-01 18:49:01

ભારતીય બેંકોની નિયમનકારી સંસ્થા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 2000 રૂપિયાની લગભગ 97.26 ટકા ચલણી નોટો ભારતીય રિઝર્વ બેંકમાં પાછી આવી છે. આ વર્ષે 19 મેના રોજ RBIએ રૂ. 2000ની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. લોકોને 2000 રૂપિયાની નોટ પરત કરવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ કહ્યું છે કે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂ.2000ની નોટોમાંથી 97.26 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. આ વર્ષે 19 મેના રોજ 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.


રૂ.9,760 કરોડના મૂલ્યની નોટો ચલણમાં


30 નવેમ્બર 2020 સુધીમાં, રૂ.9760 કરોડના મૂલ્યની બે હજારની નોટો જ હવે ચલણમાં રહી છે. ક્લીન નોટ પોલિસીને ટાંકીને, સેન્ટ્રલ બેંકે 19 મે 2023ના રોજ રૂ.2000ની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી, જોકે આ સમયે રૂ.2000ની નોટને અમાન્ય કરવામાં આવી ન હતી. ત્યાર બાદ, 2000 રૂપિયાની નોટ પરત કરવા અથવા બદલવા માટે લગભગ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અગાઉ રૂ.2000ની નોટો બદલવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી હતી જે બાદમાં વધારીને 7મી ઓક્ટોબર કરવામાં આવી હતી.


શું તમારી પાસે છે 2 હજારની નોટો? 


જો હજુ પણ તમારી પાસે રૂ 2000ની નોટ હોય તો આરબીઆઈને તેની 19 જેટલી રિજનલ ઓફિસ દ્વારા પાછી આપી શકો છો. આ ઓફિસો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાત્તા સહિત દેશના અનેક રાજ્યોની રાજધાનીમાં આવેલી છે. તમે ઈન્ડિયા પોસ્ટ દ્નારા પણ બે હજારની નોટને RBIની ઓફિસે મોકલી શકે છો. જો તમે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ભારતીય રિઝર્વ બેંકને નોટ મોકલો છો તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.   


વર્ષ 2018-19માં રૂ. 2000ની નોટ છાપવાનું બંધ કરાયું


વર્ષ 2016માં રૂ. 500 અને રૂ.1000ની જૂની નોટો બંધ કરવા આવી ત્યારે બજારમાં રોકડની અછતને ઝડપથી પૂરી કરવા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે રૂ.500, રૂ.200 અને રૂ.100ની નોટો બજારમાં પૂરતી સંખ્યામાં આવી ગઈ ત્યારે રૂ. 2000ની નોટનું કામ પૂરું થઈ ગયું હતું. વર્ષ 2018-19માં જ રૂ. 2000 ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું, જોકે RBIએ કહ્યું છે કે રૂ. 2000 ની નોટ હજુ પણ માન્ય છે અને જો તમારી પાસે કોઈ બાકી હોય તો તમે તેને બદલી શકો છો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?