દિવાળીના ત્રણ જ દિવસમાં 914 અકસ્માત થયા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 20:42:51


દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. 108 ઇમરજન્સી સેવાને આ દિવસો દરમ્યાન ખૂબ જ કોલ મળતાં હોય છે ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે નોંધાતા કેસ કરતાં આવા બનાવોનું પ્રમાણ થોડું ઘટ્યું છે. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ અકસ્માતના બનાવો રાજ્યમાં વધ્યા હતા. દિવાળીના દિવસે 4.26 ટકા, પડતર દિવસે 5.81 ટકા અને નવા વર્ષના દિવસે 17.03 ટકા કેસો વધ્યા હતા. નવા વર્ષના દિવસે અકસ્માતના કેસો સૌથી વધુ નોંધાયા હતા. દિવાળીના તહેવારના 3 દિવસ દરમિયાન કુલ 914 જેટલા રોજના સરેરાશ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. માર્ગ અકસ્માતોમાં મુખ્યત્વે 82 ટકા ટુ-વ્હીલરના અકસ્માતો નોંધાયા છે.


માર્ગ અકસ્માતની સંખ્યા વધી !!!

દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતની સંખ્યા વધી છે.રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના ઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા થયો હતો. નવા વર્ષના દિવસે સૌથી વધુ માર્ગ અકસ્માતો થયા હતા. સામાન્ય દિવસોના કેસો 424ની તુલનામાં 914 જેટલા વધારે હતા. અમદાવાદમાં નવા વર્ષના દિવસે અકસ્માતના 102 કેસ અને 3 દિવસ દરમિયાન 271 કેસ નોંધાયા છે. જે સામાન્ય દિવસોની સરખામણીએ 40.37 ટકા વધુ હતા. સુરત જીલ્લામાં 83 કેસ અને 3 દિવસ દરમિયાન 90 કેસ નોંધાયા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીએ 87.50 ટકા વધારે છે. 


રાતના ઇમરન્સી કેસ વધુ !!

સામાન્ય દિવસોની સરખામણીએ નવા વર્ષ/ભાઈબીજ પર માર્ગ અકસ્માતોની ટકાવારી સૌથી વધુ જોવા મળેલ છે. માર્ગ અકસ્માતોની સંખ્યાના સંદર્ભમાં સુરેન્દ્રનગર છોટાઉદેપુર, મહીસાગર અને નવસારી જીલ્લાઓમાં પણ કેસો વધુ નોંધાયા હતા. ઇમરજન્સી કેસો સાંજે 4 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ નોંધાયા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?