નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ અનેક સ્થળો પર કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનને કારણે ઉત્તરપ્રદેશના અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરાયો હતો. જેમાં ખાનગી તેમજ સરકારી મિલકતોને ભારે નુકશાન પહોંચ્યું હતું. મેરઠના અમરોહામાં 20-21 ડિસેમ્બર 2019ના રોજ હિંસા ફાટી નિકળી હતી. આ સમય દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવા માટે 86 જેટલા લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
પોલીસ કર્મીઓ સાથે થયું હતું ઘર્ષણ
86 દોષિતો પાસેથી દંડની રકમ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ડીએમ તેમની પાસેથી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે 427439 વસૂલ કરશે. આ આદેશ યુપી પબ્લિક અને પ્રાઈવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ મેરઠે આપ્યો છે. સીએએ માટે વિરોઘ પ્રદર્શન માટે ઉત્તરપ્રદેશમાં આ પહેલી સજા આપવામાં આવી છે.
આરોપી પાસેથી વસૂલાશે નુકસાનની રકમ
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ સંદર્ભમાં 20 કેસો ચાલી રહ્યા છે. અને 277 આરોપીઓને નોટીસ આપવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનાર દોષિતોને નોટિસ આપી સંપત્તિને નુકસાન પહોંચડવા બદલ ભરપાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલના અધ્યક્ષે અમરોહા કેસમાં આદેશ આપ્યો હતો. જેમાં પોલીસકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન 427439 રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આ કેસમાં 86 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. હવે 86 લોકો પાસેથી 4971 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રકમ જમા કરાવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.