વનરક્ષક બીટગાર્ડની ભરતી કરાશે
ગુજરાતના વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં વન રક્ષક બીટગાર્ડની 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે અને ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 1 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના મત મેળવવા તેમને ખુશીના સમાચાર આપ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોત પોતાની રીતે બળ લગાવી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને લુભાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપ પાસે સાશન હોવાનો મોટો પ્લસ પોઈન્ટ છે. ભાજપ પાસે સરકાર હોવાથી આચાર સંહિતા પહેલા કોઈ પણ જાહેરાત કરી શકે છે ત્યારે તેમણે વનરક્ષકોની ભરતી બાબતે જાહેરાત કરી છે.