80 લાખનો વીમો... ભિખારીની હત્યા, 17 વર્ષ બાદ મર્ડર મિસ્ટ્રીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-11-08 20:23:24

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 17 વર્ષ  પહેલા થયેલી હત્યાનો ખુલાસો કરી આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસે હત્યા અંગે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે વર્ષો પહેલા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. વીમાના પૈસા મેળવવા માટે આ હત્યા કરવામાં આવી હતી. ઈન્સ્યોરન્સની રકમ 80 લાખ રૂપિયા હતી. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.


વીમો પાસ કરાવવા ઘડ્યું કાવત્રું


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે 17 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના આગ્રામાં રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં ઈન્સ્યોરન્સ ક્લેમ કરીને 80 લાખ રૂપિયાનો વીમો મેળવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભિખારીની હત્યા કર્યા પછી, અકસ્માતનું બહાનું કરીને, અનિલ સિંહ નામના યુવકે તેના નામે વીમો પાસ કરાવ્યો હતો, આ હત્યારા અનિલ સિંહે ઈન્સ્યોરન્સની રકમ 80 લાખ મેળવવા માટે એક ભીખારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો,  અનિલ સિંહનો ભાંડો 17 વર્ષે ફુટ્યો છે.


વીમાના પૈસા માટે ભિખારીને સળગાવી દીધો


પોલીસે વધુમાં જણાવ્યું કે વર્ષ 2004માં આરોપી અનિલ સિંહે તેના પરિવાર સાથે મળીને  LIC પાસેથી વીમાના પૈસા લેવાનો પ્લાન બનાવ્યો હતો. વર્ષ 2006માં પોતાને મૃત દેખાડવા માટે તેણે આગ્રામાં એક ભિખારીની કારમાં સળગાવીને હત્યા કરી નાખી હતી. આ પછી તેને  LIC પાસેથી 80 લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રહેવાસી અનિલ સિંહ પોતાનું નામ બદલીને રાજકુમાર ચૌધરી કરી અમદાવાદમાં રહેવા લાગ્યો હતો. તેમજ પિતાનું નામ વિજયપાલને બદલે વિજયકુમાર કરી દીધું હતું.


ભિખારીને ભોજન કરાવવાના બહાને કારમાં બેસાડ્યો અને...


વીમાના પૈસા મેળવવા માટે અનિલ સિંહ 2006માં તેના પિતા વિજયપાલ સિંહ અને ભાઈ અભય સિંહ, સંબંધીઓ મહિપાલ ગડરિયા અને રાકેશ ખટીક સાથે આગ્રા પહોંચ્યો હતો. આગ્રા ટોલટેક્સ પાસે એક ભિખારીને ખોરાક ખવડાવવાનું બહાનું બનાવીને તેની કારમાં લઈ ગયો. ત્યારબાદ તેને ખાવામાં ઊંઘની ગોળી આપવામાં આવી અને તે બેભાન થઈ ગયો હતો. આ પછી, તેઓએ ભિખારીને કારની ડ્રાઇવિંગ સીટ પર બેસાડ્યો અને તેને આગ લગાવી દીધી. આ રીતે, ભિખારીની હત્યા કર્યા પછી, આરોપીએ અનિલ સિંહને અકસ્માતમાં મૃત દેખાડ્યો હતો.


પોલીસે આરોપીની ધરપકડ કર્યો જેલ હવાલે કર્યો


ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અનિલ સિંહે અમદાવાદમાં બધાને કહ્યું કે તેનું નામ રાજકુમાર છે. અહીં ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ બનાવટી નામથી બનાવી દીધા હતા. પોલીસે બનાવટી દસ્તાવેજોનો કેસ નોંધ્યો છે અને આગ્રા પોલીસનો સંપર્ક કર્યો છે. આગ્રા પોલીસ ભિખારીની હત્યાનો કેસ નોંધશે. વીમાના નાણાંની ઉચાપત કરવાનો પ્લાન અનિલ સિંહે તેના પિતા અને ભાઈ સાથે મળીને બનાવ્યો હતો.


પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી 


આરોપી અનિલ ઉર્ફે રાજકુમાર એટલો ચાલાક હતો કે, હત્યાને અંજામ આપી ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી ગયો અને અને છેલ્લા 17 વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી. સાથે જ જો તેના પરિવારના કોઈ વ્યક્તિને મળવું હોય તો દિલ્હી અથવા સુરત મળવા આવી જતો હતો. જોકે વીમા માટે થી ભિક્ષુકની હત્યા અને  અનિલ ઉર્ફે રાજકુમારે ખોટી ઓળખ ઉભી કરી છે એ માહિતી જે તે સમયે અનિલ ઉર્ફે રાજકુમારને સાથ આપનાર કોઈ એક મિત્ર એ જ પોલીસને માહિતી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે પોલીસ તપાસ બાદ અને આગ્રામાં હત્યાનો ગુનો નોંધાયા બાદ ‌શું નવી વિગત સામે આવે છે. તેના પર સૌની નજર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?