એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ ગોવાના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. ગોવા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગોવામાં કોંગ્રેસના માત્ર 11 ધારાસભ્યો છે જેમાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડતા કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સામંત અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા.
8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો
કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા કરી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે યાત્રા દરમિયાન ગોવામાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી વિદાય લઈ કેસરિયો ધારણ કરી લીધો છે.
દિગંબર કામત, દેલિલા લોબો, કેદાર નાઈક, માઈકલ લોબો, રાજેશ ફલદેસાઈ, સંકલ્પ અમોનકર, એલિક્સો સિક્વિરિયા, રૂડોલ્ફ ફર્નાન્ડિઝએ કેસરિયો ધારણ કરતા ભાજપના સમર્થન આવ્યા છે. ભાજપની ટીકા કરનાર કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા જ કોંગ્રેસનો વિરોધ શરૂ કરી દીધો છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કહ્યું કે મને ઈશ્વરે કહ્યું કે શ્રેષ્ઠ કામ કરે છે તે કર, અને એટલું જ હું ભાજપમાં જોડાયો છું.
ગોવામાં વધ્યો ભાજપનો દબદબો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસને
જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે. આ 8 ધારાસભ્યો ભાજપમાં જોડાતા 40 સીટો ધરાવતા ગોવા
વિધાનસભામાં મોટો ફેર બદલ થઈ ગયો છે. આ સાથે જ ભાજપની 28 બેઠક, 2 એમજીપી, ત્રણ અપક્ષ, કોંગ્રેસના 3, આપના 2, જીએફપીના
1, અને આરજીપીના 1ના ધારાસભ્યો થઈ ગયા છે. ત્યારે ભારત જોડો યાત્રા કરતા રાહુલ ગાંધીએ
કોંગ્રેસને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે.