ભાદર-1 ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 14:17:27

વિદાય લેતા પહેલા મેઘરાજા સમગ્ર રાજ્ય પર મહેરબાન થઈ વરસી રહ્યા છે. વરસાદી માહોલ જામતા અનેક નદીઓ બે કાંઠે વહી થઈ છે. પાણીની સારી આવક થતા અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ થતા રાજકોટ પર જળસંકટ ઘેરાઈ રહ્યું છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણી આવક થતા ભાદર-1 ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાદર-1 ડેમ ઓવરફ્લો

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ મહિનામાં વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘમહેર જોવા મળી છે. ભાદરવો ભરપૂર કહેવત સાચી થઈ રહી છે. ભાદર-1 ડેમમાં સતત બીજા દિવસે પાણીની આવક થઈ છે. ડેમ છલોછલ ભરાતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટ:ન્યારી બાદ આજી-ભાદર છલકાવાની તૈયારી

આસપાસના ગામોને કરાયા એલર્ટ

સતત પાણીની આવક થતા ડેમ નજીક આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખીરસરા, સરઘાપુર, વસાવડા, ભૂખી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ડેમના 8 દરવાજા ખોલી 7000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ ગણાતા ભાદર ડેમમાં પાણી આવતા પાણીનો સંકટ ટળી ગયો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?