ઘટતી આવક અને વધતી મોંઘવારીના કારણે 74.1% ભારતીયો સ્વાસ્થ્ય વર્ધક આહાર લેવામાં અસમર્થ : FAO રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-13 20:01:22

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023એ મંગળવારે એક રિપોર્ટ લોન્ચ કર્યો છે. જેમાં જણાવાયું હતું કે 74.1% ભારતીયો 2021માં સ્વાસ્થ્ય વર્ધક આહાર લઈ શક્યા નહોંતા કારણ કે તેમને આર્થિક રીતે તે પરવડી શકતો નથી. આ આંકડો  2020 માં, 76.2 ટકા હતો. પાકિસ્તાનમાં, આ આંકડો 82.2 ટકા છે અને બાંગ્લાદેશમાં, 66.1 ટકા વસ્તીને સ્વસ્થવર્ધક આહાર શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, મોંઘવારી વધતા અને ઘટતી આવકના કારણે લોકોને સ્વાસ્થ્ય વર્ધક આહાર પરવડી શકતો નથી.


ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો


FAOના રિપોર્ટમાં જણાવાયું છે કે "જો ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો થાય છે અને આવકમાં તે જ સમયે ઘટાડો થાય છે, તો બમણી અસર થાય છે જેના પરિણામે વધુ લોકોને તંદુરસ્ત આહાર પરવડી શકતો નથી,"  FAO રિપોર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA) વૈશ્વિક પોષણ લક્ષ્યોને પૂર્ણ કરવામાં પ્રગતિની ઝાંખી દર્શાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન અને   “5Fs” ક્રાઈસીસ - ખોરાક, ખોરાક, ઈંધણ, ખાતર અને નાણા  ક્ષેત્રે ભયંકર આંકડા જોવા મળ્યા છે.


16.6% વસ્તી કુપોષિત 


રિપોર્ટમાં જણાવાયું છે કે દેશની 16.6% વસ્તી કુપોષિત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે "કુપોષણની અસર આરોગ્ય અને પોષક સુખાકારી ઉપરાંત આર્થિક અને સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે" રિપોર્ટ અનુસાર “વિશ્વના અન્ય દેશોની તુલનામાં દક્ષિણ એશિયામાં ખાદ્ય અસુરક્ષાની સ્થિતી ચિંતાજનક છે, જો કે પૂર્વ એશિયામાં ગંભીર ખાદ્ય અસુરક્ષાનો વ્યાપ સૌથી ઓછો છે. "વિશ્વની તુલનામાં, દક્ષિણ એશિયામાં 2015 થી મધ્યમ અથવા ગંભીર અને અતિ ગંભીર ખાદ્ય અસુરક્ષાની ઊંચી ટકાવારી હતી."  


31.7% બાળકોનો અલ્પ વિકાસ

 

દેશના પાંચ વર્ષથી ઓછી ઉંમરના 31.7% બાળકોનો અલ્પ વિકાસથી પિડાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "માતાના નબળા સ્વાસ્થ્ય , અપૂરતા પોષણ અને નાના બાળકને ખોરાક આપવાની પ્રથાઓ અને સતત સમયાંતરે વારંવાર થતા ચેપના પરિણામે શિશુંની વૃદ્ધિ અને વિકાસ પર વિપરીત અસર કરે છે."


27.4% શિશુનું ઓછું વજન


ભારતમાં બાળકોની ઓછી ઊંચાઈ અને ઓછું વજનનો દર દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 18.7% બાળકો આ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, "બાળપણમાં શારિરીક નબળાઈને 5% ની નીચે સુધી ઘટાડવું અને જાળવવું એ WHA નો વૈશ્વિક પોષણ લક્ષ્ય છે." પાંચ વર્ષથી ઓછી ઉંમરના 2.8% બાળકોનું વજન વધારે હતું, જે અન્ય સ્વાસ્થ્ય માટેનું જોખમ હતું. જન્મ સમયે શિશુંના ઓછા વજનનું પ્રમાણ ભારતમાં 27.4% સાથે સૌથી વધુ છે, ત્યારબાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવે છે.


અગાઉ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે પણ આવા જ આંકડા જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે ગણતરીની પદ્ધતિને ખોટી ગણાવીને તે આંકડાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે FAO તેના સભ્ય દેશોની સરકારો સાથે મળીને કામ કરે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?