અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:13:03

અમદાવાદ નિર્માણાધિન એસ્પાયર-2 નામની બિલ્ડિંગના સાતમા મેળીથી લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. સાતમા માળેથી લિફ્ટ સીધી નીચે ધસી આવી હતી જેમાં શ્રમિકોના મોત થયા હતા. ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. મળતી માહિતી મુજબ તમામ મજૂરો પંચમહાલના ઘોઘંબા તાલુકાના વતની છે. હાલ 1 મજૂરોની હાલત ગંભીર છે.


કેવી રીતે સર્જાઈ સમગ્ર ઘટના 

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક  એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. જેમાં તમામ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. સવારે 9થી સાડા નવ વાગ્યા વચ્ચે અચાનક સાતમા માળેથી લિફ્ટ તૂટતા સાત શ્રમિકોના મોત થયા છે. અન્ય 1 ગંભીર રીતે ઘાયલ મજૂરોને સારવાર આપવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ નિર્માણાધીન એસ્પાયર-2 બિલ્ડિંગ ખાતે પહોંચી તપાસ કામગીરી કરી હતી. 


ફાયર બ્રિગેડ જવાનોએ શું પ્રતિક્રિયા આપી

 ફાયર બ્રિગેડની ટીમે માહિતી આપી હતી કે બિલ્ડિંગના માલિકો દ્વારા કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી. પત્રકારોએ માહિતી આપ્યા બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાસ્થળે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર મળ્યો નથી.

 


લિફ્ટ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ




સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.