સાબરકાંઠાના હિંમતનગર પાસે ભયાનક અકસ્માતમાં અમદાવાદના 7 યુવાનોનું મૃત્યુ, કારના પતરા કાપી કાઢ્યા મૃતદેહ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-25 14:57:44

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના પરિવારના માળા અકસ્માતને કારણે વિખેરાઈ ગયા.. ઓવરસ્પીડ ખતરો બની લોકોને ભરખી રહ્યી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો અને 7 લોકોના મૃત્યુ થયા... કરુણતા એ સર્જાય કે ગેસ કટરથી પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા.. એક વ્યક્તિની હાલત ગંભીર છે તેવી માહિતી સામે આવી છે.. આ ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા તે અમદાવાદના રહેવાસી હતા અને શામળાજી દર્શન કરવા માટે ગયા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ...

ટ્રેલર પાછળ ઘુસી ગયેલી ઇનોવા.


ગાડીને પતરાથી કાપવી પડી અને લાશોને બહાર કાઢવી પડી!

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે. કારમાં સવાર તમામ યુવકો અમદાવાદના રહેવાસી હતા અને તેઓ શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. જેના કારણેગેસ કટરથી કારનાં પતરાં કાપી લાશોને બહાર કાઢવી પડી હતી.હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 




સારવાર અર્થે એક વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા! 

હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના પિતા વહેલી સવારે અમદાવાદથી હિંમતનગર ખાતે પહોંચી આવ્યા હતા..



અનેક કારણો હોઈ શકે છે અકસ્માત પાછળ જવાબદાર!

ઘરેથી નીકળતી વખતે પરિવારને એમ હોય કે સમસયસર પરત આવી જશે.. પણ તમારી એક ભૂલ તમને કેટલી નડી શકે છે એ તમે આ ઘટના પરથી કલ્પના કરી શકો છો.... ઓવરસ્પીડના કારણે સાત લોકોના મોત થયા.... હજુ તપાસ પછી અન્ય કારણો પણ સામે આવશે... પણ જેટલા પણ અકસ્માતો સર્જાય છે તેમાં સૌથી મોટુ કારણ જ બેદરકારી સામે આવે છે... અકસ્માતો પાછળ પણ કારણ ઓવરસ્પીડ સામે આવ્યું છે.... આ સિવાય રોંગ સાઈડ ડ્રાઈવિંગ, લેન ડ્રાઈવિંગ ન હોય.... યોગ્ય પાર્કિંગ ન હોય... અન્ડર એઈજ ડ્રાઈવિંગ આ બધા કારણોથી સૌથી વધારે અકસ્માતો થાય છે... અકસ્માતો થાય અને આટલા મૃત્યુ થાય તો આપણે શ્રદ્ધાંજલિ તો આપી દઈશું... 




શું કહે છે અકસ્માતોનો આંકડો?

વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021માં 15185 અને વર્ષ 2022માં 15751થી વધુ અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં આ અકસ્માતની સંખ્યા 13398 હતી એટલે તેમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે...સમાચાર વાંચીને એકવાર અરેરાટી વ્યાપી જાય પણ પછી શું..... એમાંથી ક્યારેય કોઈ શીખ લીધી છે ખરી.. આનો જવાબ તમારે પોતાની જાતને આપવાનો છે.. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.