Congressના 7 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ફિરાકમાં! સી.જે.ચાવડા આ તારીખે કેસરિયો કરશે ધારણ, જાણો કોના નામોની થઈ રહી છે ચર્ચા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:12:32

એક સમય હતો જ્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે ગુજરાત કોંગ્રેસ મુક્ત બનાવવાની છે પરંતુ હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થવા જઈ રહી છે! કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે તો આગામી દિવસોમાં વધુ 7 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી સંભાવના છે. માત્ર મંત્રીપદ માટે વાત અટકી છે તેવી માહિતી સામે આવી છે.  

કોંગ્રેસના વધુ સાત ધારાસભ્યો આપી શકે છે પદ પરથી રાજીનામું 

લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરો કમલમ તરફ દોટ મૂકી રહ્યા છે. ભાજપમાં જોડાતા જ ધારાસભ્યોના, કાર્યકર્તાઓના હૃદય પરિવર્તન થઈ રહ્યા છે. ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા-વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરી શકે છે. સી.આર.પાટીલને હજુ 182 ના જીતવાનો વસવસો છે અને દરેક કાર્યક્રમમાં એ કહે છે કે મારુ હૃદય અંદરથી રડી રહ્યું છે એટલે એ લક્ષ્ય ભાજપ પૂરું કરતાં દેખાય છે.


આ ધારાસભ્યના નામોને લઈ ચાલી રહી છે અટકળો!

ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી પણ 182 બેઠકો હાંસલ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. અનેક ધારાસભ્યો પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. હજુ કોંગ્રેસના સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરવાની ફિરાકમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાબુ વાજા, રઘુ દેસાઇ, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, લલિત વસોયા જેવા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. અર્જૂન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું મંત્રીપદ માટે અટક્યુ છે. જો ટર્મ્સ એંડ કન્ડિશન સરખી બેસશે તો રાતો રાત આ બધાના મન બદલાઈ જશે ભાજપની વિચાર ધારા આ બધાને શ્રેષ્ઠ લાગવા મંડ્શે 


ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે!

કોંગ્રેસ દિવસેને દિવસે નબળી થઈ રહી છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તી કરવામાં આવી ત્યારે બધાને આશા હતી કે હવે કોંગ્રેસ મજબૂત થશે પણ ખેર એ આશા પર પાણી ફરી ગયું છે. જો આ જ પરિસ્થિતિ રહી તો, લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસ યુક્ત અને ગુજરાત કોંગ્રેસ મુક્ત બની જશે તે આ વાત નક્કી છે! ડેમેજ કંટ્રોલ કરવાને બદલે શક્તિસિંહ હજુય ધારાસભ્યો-નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે એટલુ જ નહી, ખુદ ધારાસભ્યો શક્તિસિંહને પ્રવાસી પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કેમ કે, તેઓ દિલ્હીમાં જ ઘણો સમય રહે છે. ગુજરાતમાં પ્રવાસના નામે અન્ય જિલ્લામાં ફરતા રહે છે. આમ કોંગ્રેસનું આંતરિક  વિખવાદ ચરમસિમાએ છે 


12 ફુબ્રુઆરીએ સી.જે.ચાવડા કેસરિયો ધારણ કરશે

કોંગ્રેસના ધારાસભ્યો જેમણે રાજીનામાં આપ્યા છે એ એક બાદ એક ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં 12મી ફેબ્રુઆરીએ જોડાશે હજુ ગઈકાલે જ ચિરાગ પટેલ ખંભાતમાં સી.આર.પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવાના છે સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે ત્યારે કોંગ્રેસની આ પરિસ્થતિ પાછળ કોણ જવાબદાર તે એક મોટો પ્રશ્ન છે..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?