એક જ પરિવારના 7 સભ્યોએ દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરમાં લઈ જવાયા મૃતદેહ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 15:02:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. ત્યારે ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ પરિવારના 7 સભ્યોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જે 7 લોકોના મોત થયા છે તેમાંથી 5 મૃતકો તો બાળકો હતા. આ તમામ 7 લોકોના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. 



મોતના આંક સતત વધી રહ્યા છે

રવિવારની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝુલતો બ્રિજ અચાનક પડી જતા અનેક લોકો નદીમાં ડૂબી ગયા હતા. અંદાજીત આ ઘટનામાં 400 લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન થકી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. મોતનો આંક સતત વધી રહ્યો છે. મળતા આંકડા મુજબ આ મોતનો આંક 130ને પાર પહોંચી ગયો છે.


એક જ પરિવારના 7 સભ્યોએ ગુમાવ્યો જીવ  

ઘટના બાદ મોરબીમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને શોધી રહી છે. આ ઘટનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. કોઈકે પોતાનો દિકરો ગુમાવ્યો છે તો કોઈકે માતા પિતાને ગુમાવ્યા છે. આ ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ  પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે સાત લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો તેમાંથી 5 તો બાળકો હતા. આ ઘટનામાં અનેક બાળકો તથા મહિલાઓ મોતને ભેટ્યા છે. નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્તા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવારને ગુમાવનાર લોકો કોને દોષ આપે. સરકારને, કંપનીને કે કુદરતને... આમા જેની પણ ભૂલ હોય પરંતુ તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?