રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એ ભારતમાં સૌથી પ્રખ્યાત ફિલ્મ પુરસ્કાર સમારોહ છે. નવી દિલ્હીમાં 24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે 69માં રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2021માં 28 ભાષાઓમાં 280 ફિલ્મો એવોર્ડ માટે દાખલ કરવામાં આવી હતી. ફીચર ફિલ્મમાં 31 કેટેગરી, નોન-ફીચરમાં 24 અને સિનેમા સ્ક્રિપ્ટ રાઈટિંગમાં 3 કેટેગરી છે. આ વર્ષે એક નહીં પરંતુ બે અભિનેત્રીઓએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. હા, આલિયા ભટ્ટ અને કૃતિ સેનને તેમની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. જ્યારે 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુન સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યો છે. આર માધવનની 'રોકેટ્રી', સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી', વિકી કૌશલની 'સરદાર ઉધમ' અને એસએસ રાજામૌલીની 'RRR'એ 69માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં ઘણા બધા પુરસ્કારો જીત્યા છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023 ના વિજેતાઓની યાદી વાંચો.
નેશનલ ફિલ્મ એવોર્ડ 2023ની યાદી
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ (આર માધવન)
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ (વિકી કૌશલ)
શ્રેષ્ઠ અભિનેત્રી - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને કૃતિ સેનન (મિમી)
શ્રેષ્ઠ અભિનેતા - અલ્લુ અર્જુન (પુષ્પા ફિલ્મ)
શ્રેષ્ઠ એડિટર - સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પંકજ ત્રિપાઠી (મિમી)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક - દેવી શ્રી પ્રસાદ (પુષ્પા)
શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન - RRR
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - RRR
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ - RRR
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - છેલ્લો શો
બેસ્ટ મિસિંગ ફિલ્મ - બૂમ્બા રાઈડ
શ્રેષ્ઠ આસામી ફિલ્મ - અનુર
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - કાલોખો
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી
શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ - સમંતર
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - એકડા કે જાલા
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - હોમ
શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ - એક થા ગાંવ (ગઢવાલી અને હિન્દી)
શ્રેષ્ઠ દિગ્દર્શક - બકુલ મટિયાની (સ્માઈલ પ્લીઝ)
કૌટુંબિક મૂલ્યો પરની શ્રેષ્ઠ ફિલ્મ - ચાંદ સાંસે (હિન્દી)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર - બિટ્ટુ રાવત (પટ્ટલ ટી)
બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ - લૂકિંગ ફોર ચલાન (અંગ્રેજી)
શ્રેષ્ઠ શૈક્ષણિક ફિલ્મ - સિરપિગાલિન સિપાંગલ (તમિલ)
સામાજિક મુદ્દા પરની શ્રેષ્ઠ ફિલ્મ - મિથુ દી (અંગ્રેજી), એક બે ત્રણ (મરાઠી, હિન્દી)
શ્રેષ્ઠ પર્યાવરણીય ફિલ્મ - મુન્નમ (મલયાલમ)
3 ગુજરાતી ફિલ્મ છવાઈ
આજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ફિલ્મને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીઓને ગર્વ અપાવનાર સમાચાર સામે આવ્યા છે. 69મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતની 3 ફિલ્મો છવાઈ છે. છેલ્લો શો ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત 'પંચિકા'ને બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. તો બીજી તરફ દાળભાત ફિલ્મને બેસ્ટ શોર્ટ ફિક્સન ફિલ્મ એવોર્ડનો એવોર્ડ મળ્યો છે.