અમેરિકામાં ઘુસવા 66 ગુજરાતીઓએ એજન્ટોને 60થી 80 લાખ રૂપિયા ચૂકવ્યા, 15 એજન્ટો ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-03 15:32:42

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલછા ગાંડપણની હદે પહોંચી છે, કોઈ પણ રસ્તે અમેરિકા પહોંચવા માગતા ગુજરાતીઓના કારણે એજન્ટો માલામાલ થઈ રહ્યા છે. તાજેતરમાં દુબઇથી ગેરકાયદેસર રીતે ફ્લાઇટ ભાડે કરીને જતા 260 ભારતીયો સાથે 300 જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. ફ્રાંસ પોલીસે  શંકાને આધારે પેસેન્જરોના પાસપોર્ટ તપાસ્યા ત્યારે  પાસપોર્ટમાં નિકારાગુઆ જવાના વિઝા સ્ટેમ્પ ન જોવા મળતા ફ્લાઇટમાં રહેતા 303 જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં 66 જેટલા ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં ચાલતા કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. 


15 એજન્ટોએ રૂ.60-80 લાખ પડાવ્યા


સીઆઇડી ક્રાઇમે કબૂતરબાજીના કૌભાંડમાં ફ્રાંસથી પરત ફરેલા ગુજરાતીઓને લઈ મોટો ખુલાસો કર્યો છે. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે 15 એજન્ટોએ 60થી 80 લાખ રૂપિયા લઇને 66 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હતા. આ મુસાફરો મહેસાણા, ગાંધીનગર, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે. આ લોકોએ ધોરણ આઠથી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લોકલ એજન્ટ મારફતે 60થી 80 લાખ રૂપિયા ચૂકવી અમદાવાદથી દુબઈ, દુબઈથી નિકારા ગુઆ અને ત્યાંથી અમેરિકા જવાના હતા. આ માટે મુસાફરોને સાથે રાખવા માટે એજન્ટોએ એક હજારથી 3 હજાર ડૉલર આપ્યા હતા. અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન દુબઇ પહોંચ્યા હતા. બાદમાં 21 ડિસેમ્બર લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટમાં નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા. 


મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા

  

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તમામ 66 મુસાફરોના નિવેદનો નોંધવાની સાથે તેમના સગાઓ અને મિત્રોની પણ પુછપરછ કરવામાં આવતા સીઆઇડી  ક્રાઇમને 15 એજન્ટોના નામ અને મોબાઇલ નંબર મળ્યા હતા. એક કરોડના પેકેજમાં મેક્સિકો-અમેરિકા બોર્ડર પરથી ટ્રમ્પ વોલ ક્રોસ કરવા દેવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાંક એજન્ટોએ નિકારાગુઆથી મેક્સિકો જવા માટે વિવિધ સુવિદ્યાઓ આપવા માટે એક હજાર ડોલરથી ત્રણ હજાર ડોલર સુધીની રકમ નક્કી થઇ હતી. 66 મુસાફરોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા છે. જેના કારણે સારા પગારની નોકરી ન મળતા ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. તપાસનો રેલો ઘર સુધી પહોંચતા તમામ 15 એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે તમામની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?