1. ભૂખ અને તરસથી તરફડીને 60 બાળકો મોતને ભેટ્યા
સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધનો સૌથી ખતરનાક ચહેરો આજે સામે આવ્યો છે.. સુદાનની રાજધાની ખાર્તૂમમાં એક અનાથાલયમાં ભૂખ અને તરસથી તરફડીને 60 બાળકોના મોત થયા છે.. ન્યુઝ એજન્સી AFP અને ધ ગાર્ડિયનના એક રિપોર્ટ અનુસાર આ 60 બાળકોમાં કેટલાક બાળકો ફક્ત 3 મહિનાના હતા જે યુદ્ધના કારણે અનાથાલયમાં ફસાયેલા હતા..આ તમામ બાળકો તાવ અને ભૂખમરાનો ભોગ બન્યા હતા.. છેલ્લા 2 અઠવાડિયામાં 26 જેટલા બાળકો આ રીતે સુદાનમાં મોતને ભેટ્યા હોવાના અહેવાલો છે.. યુનિસેફ પણ 13 લાખ જેટલા બાળકોને મદદની જરૂર હોવાની અપીલ કરી રહ્યું છે.. સુદાનમાં યુદ્ધના કારણે અનાજ પુરવઠો રોકાઇ ગયો છે.. પાણીની તંગી સામે લોકો ઝઝૂમી રહ્યા છે.. રાજધાની ખાર્તુમ આખું જ મિલિટરી ઝોનમાં ફેરવાઇ ગયું છે,..2 મહિનાથી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં 700 લોકોના મોત થઇ ચૂક્યા છે..
2. ભારત-નેપાળ વચ્ચે રામાયણ સર્કિટ બનશે
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઇ .. બેઠક બાદ જાહેરાત કરવામાં આવી છે કે નેપાળ અને ભારત વચ્ચે રામાયણ સર્કિટ બનાવવામાં આવશે.. જો કે નેપાળ અને ભારત વચ્ચે સરહદ વિવાદના મુદ્દે પણ વાતચીત ચાલી રહી છે.. ભારતની નવી સંસદમાં અખંડ ભારતનો જે નકશો મુકવામાં આવ્યો છે તેની સામે નેપાળે વિરોધ જતાવ્યો છે.. નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કે પી ઓલીએ નિવેદન આપ્યું છે કે નેપાળના લુંબિની, કપિલવસ્તુ જેવા વિસ્તારોને નકશામાં ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.. નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે નિવેદન આપ્યું છે કે તેઓ આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવશે..
3. ધનકુબેરોની યાદીમાં ઇલોન મસ્ક ફરી પ્રથમ ક્રમે
વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ઇલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.. આ વખતે તેમણે રેસમાં ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટને પણ પાછળ છોડી દીધા છે.. બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ નામની આ યાદી છે જેમાં અમેરિકાની સંશોધન સંસ્થા બ્લુમબર્ગ ઉદ્યોગપતિઓ પર રિસર્ચ કરી તેમની નેટ વર્થ મુજબ યાદીમાં તેમને ક્રમ આપે છે..
4. IMF અમારી આંતરિક બાબતોથી દૂર રહે: પાક. નાણાંમંત્રી
પાકિસ્તાનની શાહબાઝ સરકાર આગામી 10 દિવસમાં બજેટ રજૂ કરવાની છે.. તે પહેલા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની લોન પાકિસ્તાનને મળવી ખૂબ જરૂરી છે.. જો કે મોનિટરી ફંડ દ્વારા એક શરત મુકવામાં આવી છે કે પાકિસ્તાનમાં જે રાજકીય સંકટ ચાલીરહ્યું છે તેમાં સ્થિરતા આવે..આઇએમએફના અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો પાકિસ્તાનની સરકારમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે તેનો ઉકેલ આવે..તો જ પાકિસ્તાનને લોનના બાકીના હપતાની આઇએમએફ ચૂકવણી કરશે.. પાકિસ્તાનના નાણામંત્રી આયેશા ગૌસએ જો કે નિવેદન આપ્યું છે કે આઇએમએફ પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવી જોઇએ
5. બિલાવલ બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી?
પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ચીનનું મીડિયા એટલે કે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દાવો કરી રહ્યું છે કે ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં ચૂંટણી યોજાશે.. આ ચૂંટણી બાદ પાકિસ્તાની સેના પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોને પ્રધાનમંત્રી બનાવી દે તેવી પ્રબળ શક્યતાઓ છે.. વર્ષ 2022માં બિલાવલ પાકિસ્તાનના વિદેશમંત્રી બન્યા હતા.. તે પછી પાકિસ્તાની સેનાના કેટલાક અધિકારીઓ સાથે બિલાવલ ભુટ્ટોને નજીકના સંબંધો સ્થપાયા છે.. 9 મે ના રોજ પાકિસ્તાનમાં ભીષણ હિંસા બાદ ઇમરાનની પાર્ટીના ઘણા નેતાઓએ પક્ષ છોડી દીધો હતો..આ તમામ નેતાઓ પાકિસ્તાનમાં પોતપોતાના ક્ષેત્રોમાં મજબૂત વોટબેંક ધરાવે છે...ઉપરાંત આ નેતાઓની બિલાવલના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં જોડાવાની શક્યતાઓ છે.. તો બીજી તરફ પાકિસ્તાનમાં હિંસા ફેલાવવા બદલ શાહબાઝનો હાથ હોવાની વિગતો બહાર આવી જતા પાકિસ્તાનની સેના હવે કોઇ ત્રીજા જ વિકલ્પની શોધમાં છે..જે માટે બિલાવલ યોગ્ય સાબિત થઇ રહ્યા છે..
5. એમેઝોન હેડક્વાર્ટરમાં ધરણાં-વિરોધ પ્રદર્શન
અમેરિકાના સીઆટલ ખાતે આવેલા એમેઝોન કંપનીના હેડક્વાર્ટર પાસે આશરે 100 જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.. વિશ્વભરમાં મશહૂર એમેઝોન કંપનીમાં કર્મચારીઓની વારંવાર છટણી, પર્યાવરણને લગતી નીતિઓ, જેવા મુદ્દાઓ પર દુનિયામાં અલગ અલગ દેશોમાંથી એમેઝોન માટે કામ કરી રહેલા કર્મચારીઓએ પણ આ વિરોધ પ્રદર્શનમાં સાથ આપ્યો હતો.. એમેઝોને અત્યાર સુધીમાં 27 હજાર જેટલા જોબ રોલ્સ કાપી નાખ્યા છે.. એટલે મોટાપાયે આ પદો પર કામ કરતા લોકોની છટણી કરવામાં આવી છે.. જેની સામે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે..
6. કીવમાં ચાલતી કારની સામે મિસાઇલ પડી
રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં આવેલી એક બિલ્ડીંગ પર આજે એર સ્ટ્રાઇક કરતા બિલ્ડીંગ તૂટી પડી હતી.. આ ઘટના વખતે બિલ્ડીંગમાં 2 બાળક અને એક મહિલાનું મોત થયું છે.. આ ઉપરાંત રશિયાએ કીવ પર 11 બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ વડે હુમલો કર્યો છે.. કીવમાં ચાલતી કારની સામે જ એક મિસાઇલ આવીને પડી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે..
7. હત્યારો ગુજરાતી FBIની લિસ્ટમાં વોન્ટેડ જાહેર થયો
અમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 33 વર્ષીય ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને અમેરિકાની તપાસ એજન્સી FBIએ પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. એપ્રિલ 2015માં મેરીલેન્ડમાં તેની પત્નીની હત્યા બાદ ભદ્રેશ ફરાર થઇ ગયો હતો. આ દંપતિ 2014 માં વિઝિટર વિઝા પર યુએસ ગયા હતા અને હેનોવર, મેરીલેન્ડમાં એક ડોનટ્સમાં શોપમાં કામ કરતા હતા. ભદ્રેશની પત્ની પલક વારંવાર ભારત જવાની માગણી કરતી હતી જેને લઇને બંને વચ્ચે તકરાર થતી હતી અને આવેશમાં આવી જઇ ભદ્રેશ પટેલે પલકની હત્યા કરી નાખી હતી
8. કેનેડામાં સિગરેટ પર પણ હેલ્થ વોર્નિંગ લખાશે
સામાન્ય પણે સિગરેટથી નુકસાનની ચેતવણીઓ તમને પેકેટ પર લખેલી જોવા મળે છે.. પરંતુ કેનેડા પહેલો એવો દેશ છે જેણે એવો નિર્ણય લીધો છે કે પેકેટમાં તો વોર્નિંગ મૂકવામાં આવશે જ.. તેની સાથે સાથે સિગરેટની ઉપર પણ હેલ્થ વોર્નિંગ લખેલો કાગળ વીંટાળી તેનું પેકિંગ કરવામાં આવશે.. આ પ્રયાસથી સિગરેટ અને તમાકુનો વપરાશ લોકોમાં ઘટશે તેવો દાવો કરવામાં આવ્યો છે..
9. જાપાનમાં વૃદ્ધોને સાચવવા માટે યુવાનોની જરૂરત
ઇન્ડો જાપાન ટેક્નીકલ ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ ભારતના યુવાનો જાપાનમાં જઇને નોકરી કરી શકશે.. જાપાનની સરકારે જાપાનમાં વૃદ્ધોની સારસંભાળ અને તેમના આરોગ્યની દેખરેખ કરી શકે તેવા યુવાનોની જરૂર હોવાની જાહેરાત કરી છે.. ઉત્તરાખંડથી કેટલાક યુવાનોએ આ નોકરી માટે આવેદન પણ ભર્યું છે..
10. ટ્રમ્પ ખાનગી દસ્તાવેજો લઇ ગયા?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના વર્ષ 2024માં ચૂંટણી લડવાની જાહેરાત પછી તેમની એક ઓડિયો ક્લીપ ફરતી થઇ છે.. જેમાં જો બાઇડન સામે ચૂંટણી હાર્યા બાદ વ્હાઇટ હાઉસ ખાલી કરતી વખતે કેટલીક સિક્રેટ ફાઇલ્સ પોતાની સાથે લઇ ગયેલા એવી વાત તેઓ કહી રહ્યા છે.. અમેરિકાના મીડિયા હાઉસ CNNએ દાવો કર્યો છે કે અમેરિકાના રક્ષા મંત્રાલયની એ ફાઇલ્સ હતી જેમાં ઇરાન પરના મિસાઇલ હુમલાની વિગતો હતી જેમાં CIA, FBI જેવી સંસ્થાઓના દસ્તાવેજ પણ હતા સમગ્ર મામલે હવે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યું છે..