ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતા
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસ તેજ કરાઇ
યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓ પર બે આરોપીઓ સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેમણે તેમના ચાર સાથીઓ સાથે મળીને તેમની સાથે બળાત્કાર કર્યો અને તેમની હત્યા કરી.
લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમને જણાવ્યું કે તમામ આરોપીઓ અને પીડિતો લાલપુર ગામના છે. ચાર આરોપીઓએ છોકરીઓ પર બળાત્કાર કરીને હત્યા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ તેમની મદદ કરી હતી.
લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમન ફાઇલ તસ્વીર
આરોપીઓની ઓળખ ચેતરામ ગૌતમ, જુનેદ, સુહેલ, કરીમુદ્દીન, આરીફ અને હફીઝ-ઉર-રહેમાન તરીકે કરવામાં આવી છે. જુનૈદની પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેને ગોળી વાગી હતી.
એસપીએ એમ પણ કહ્યું કે ત્રણ ડૉક્ટરોની પેનલ પીડિતોનું પોસ્ટમોર્ટમ કરશે અને તે જ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા જોવા મળ્યા
પીડિત પરિવારના દાવાથી વિપરીત કે છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, એસપી સંજીવ સુમને કહ્યું હતું કે છોકરીઓ તેમની સ્વતંત્ર ઇચ્છાથી આરોપીઓ સાથે ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોહેલ અને જુનૈદે તપાસમાં ખુલાસો કર્યો હતો કે તેઓએ યુવતીઓ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.