વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતેથી 5જી સેવાની શરૂઆત કરી છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ 5જી સેવા લોન્ચ કરી છે. પ્રસંગે Bharti Airtel અને Reliance Jio ના ચેરમેન પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, આકાશ અંબાણી, સુનિલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલાએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.
શું થસે 5Gથી ફાઇદા ?
5Gથી એક મોટો ફાઈદોએ થશે કે તમે હાઈસ્પીડ ઇન્ટરનેટ વાપરી શકશો. અને વિડિયો ગેમીંગ ક્ષેત્રમાં એક આગવો પરિવર્તન લાવશે. હવે વિડિયો બફર ફ્રી સ્ટ્રીમ કરી શકશે ઉપરાંત ઇન્ટરનેટ કોલમાં જે પ્રોબ્લેમ હતી અવાજ અને વિડિયોની એ પણ હવે નહીં થાય. અને સૌથી મોટી વાત તો એ કે 2 GBનું મૂવી 15 થી 20 સેકેન્ડમાં ડાઉનલોડ થઈ જશે. કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
કેવી રીતે મળશે 5G સેવા ?
અત્યારે 5G ઉપયોગ કરવા તમારે કોઈ નવું સીમકાર્ડ લેવા ની જરૂર પડશે નહીં તમે માત્ર તમારા જૂન સીમમાં સેવા શરૂ કરાવી શકશો પરંતુ તમારો મોબાઈલ ફોન 5G સપોર્ટ હોવો જરૂરી છે.માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.