સીરિયામાં ભૂકંપને કારણે 53 લાખ લોકો થયા બેઘર!! વિનાશકારી ભૂકંપને કારણે સર્જાઈ તારાજી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-11 13:29:35

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ ભૂકંપ એકદમ ખતરનાક સાબિત થયો છે. બંને દેશોમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર 24 હજારની આસપાસ લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ 78 હજારને પાર પહોંચી ગયો છે. રાહતની કામગીરી સતત ચાલી રહી છે. આ ઘટનાને કારણે લાખો લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા લગાવામાં આવી રહ્યું છે.


ચાલી રહી છે રાહત અને બચાવની કામગીરી    

થોડા દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળાઆ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે મોટી સંખ્યામાં બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી. અનેક લોકો કાઠમાળની નીચે ફસાઈ ગયા હતા. રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકોને બચાવવામાં આવી રહ્યા છે. દબાયેલા લોકોને બહાર નીકાળવાની કામગરી સતત ચાલી રહ્યું છે. આ તારાજીને કારણે હજાર લોકો બેધર થઈ ગયા છે. 


53 લાખ જેટલા લોકો થઈ ગયા છે બેઘર 

આ વિનાશકારી ભૂકંપને લઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આંકડો આપવામાં આવ્યો છે જેને લઈ ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાને કારણે 53 લાખ જેટલા લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. યૂએન હાઈ કમિશ્નર ઓફ રિફ્યુજીના સીરિયાઈ પ્રતિનિધીએ જણાવ્યું કે સીરિયામાં ઓછામાં ઓછા 53 લાખ જેટલા લોકો આ ભૂકંપને કારણે બેઘર થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા રાહતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.     




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...