મંગળવાર મોડી રાત્રે આઈપીએસ અધિકારીઓની બદલી એક સાથે કરવામાં આવી છે. 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલી જે કરવામાં આવી છે તે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર, સુરત, દાહોદ, ખેડા, નવસારી સહિત 11 જિલ્લાના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. વડોદરા કલેક્ટર એ.બી.ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્તિ કરવામાં આવી છે.
50 આઈએએસ અધિકારીની કરવામાં આવી બદલી!
આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે અધિકારીઓની બદલી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંટણી પહેલા ગુજરાતના 50 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. સંક્ષિપ્તમાં વાત કરીએ તો અમદાવાદના ડીડીઓ એમ.જે. દવેને ગાંધીનગરના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જીટી પંડ્યા જે પહેલા મોરબીના કલેક્ટર હતા તેમની બદલી દ્વારકાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. ખેડા કલેક્ટર તરીકેની જવાબદારી અમિત પ્રકાશ યાદવને સોંપવામાં આવી છે. સુરતના કલેક્ટર તરીકે સૌરભ પારધીને જ્યારે વડોદરાના કલેક્ટર તરીકે બી.એ.શાહને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ 29 મામલતદારોની બદલી કરવામાં આવી છે.