3 વાગ્યા સુધી થયું 47.03 ટકા મતદાન, Valsad, Jamnagar, Bharuch સહિત લોકસભા બેઠકોમાં થયું આટલા ટકા મતદાન, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-07 15:59:31

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન વલસાડમાં થયું છે.. તે સિવાય 50 ટકાથી ઉપર મતદાન સાબરકાંઠામાં, છોટા ઉદેપુરમાં, ભરૂચ, બારડોલીમાં થયું છે. સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. મહત્વનું છે કે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે...



આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

3 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 41.18 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 55.74 ટકા, પાટણમાં 46.69 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 48.15 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 50.36 ટકા મતદાન, ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 43.55 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 42.21 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 40.93 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 46.67 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 37.96 ટકા મતદાન 3 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 42.52 ટકા મતદાન, જૂનાગઢમાં 44.47 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 37.82 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 40.96 ટકા મતદાન થયું છે. આણંદમાં52.49 ટકા મતદાન થયું છે. ખેડામાં 46.11 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 45.72 ટકા મતદાન થયું છે. દાહોદમાં 46.97 ટકા મતદાન થયું છે. વડોદરામાં 48.48 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 54.24 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 54.90 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 51.97 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 48.03 ટકા મતદાન થયું છે. વલસાડમાં 58.05 ટકા મતદાન થયું છે...   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?